Gujarat

નવસારીમાં મોર્ન્િંાગ વોક કરતા લોકોની ચોરી કરનાર ચોરને રંગેહાથ ઝડપ્યો

નવસારી
નવસારીમાં શિયાળાની ઋતુમાં તંદુરસ્તી જાળવવા માટે લોકો સવારે શહેરના લુન્સીકુઈ ગ્રાઉન્ડ પર વોક માટે આવતા હોય છે. ત્યારે છેલ્લા લાંબા સમયથી એક ચોર ગ્રાઉન્ડના ખૂણે મુકેલા લોકોના પર્સ, મોબાઈલ અને કિંમતી સામાનની ચોરી કરતો હતો. જેને લઈને લોકોની ફરિયાદ પણ ઉઠી હતી. ત્યારે આજે વહેલી સવારે મોર્નિંગ વોર્કમાં આવેલા લોકોએ ચોરી કરતા ચોરને પકડવા વોચ ગોઠવી હતી. આ દરમિયાન ચોરને રંગેહાથ પકડી પાડી સારો એવો મેથીપાક ચખાડ્યો હતો. અર્જુન થાપા નામનો મૂળ નેપાલી ચોર મોર્નિંગ વોક કરવા આવતા લોકોના નાકમાં દમ કરી નાખ્યો હતો. જેને લઈ લોકોએ આ ચોરને પકડવા ખાસ વોચ ગોઠવી હતી. આ દરમિયાન જેવો ચોર ચોરી કરવા આવ્યો કે લોકોએ તેને રંગેહાથ પકડી પાડ્યો હતો. ત્યારાબાદ લોકોએ ચોરને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. ટાઉન પોલીસે લુન્સીકુઈ આવીને ચોરની અટકાયત કરી હતી લુન્સીકુઈ ગ્રાઉન્ડ પર શિયાળામાં મોટી સંખ્યામાં જીપીએસસીની ભરતી માટે આવતા યુવાનોના પણ મોબાઈલ ચોરીની ફરિયાદ વધી હતી. જેને લઈને આજે લોકોએ ચોરને પકડી પોલીસને હવાલે કર્યો હતો.

People-set-a-watch-on-the-smuggler-and-caught-him-red-handed.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *