રાજયના શિક્ષણ વિભાગ દ્વારા “નવી દિશા-નવું ફલક” અંતર્ગત રાજયના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે કારકીર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં તા. ૩૦મી, મેના રોજ જિલ્લા કક્ષાનો કારકીર્દી માર્ગદર્શન સેમીનાર અને તા. ૦૧/૦૬/૨૦૨૨ થી તા. ૦૬/૦૬/૨૦૨૨ દરમિયાન તાલુકા કક્ષાના કારર્કીર્દી માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવશે.
રાજયના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને કારકીર્દી અંગે માર્ગદર્શન મળી તે માટે સૌપ્રથમવાર સુગ્રથિત પ્રયાસ હાથ ધર્યો છે. જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ યોજાનારા કાર્કીર્દી માર્ગદર્શન કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાની કારકીર્દી અંગેની ભાવિ યોજના બનાવી શકે એ માટે વિવિધ વિભાગના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓના ભાવિ ઘડતરમાં ઉપયોગી સાબિત થશે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો માટે આયોજીત કાર્યક્રમથી વિદ્યાર્થીઓ કારકીર્દી ઘડવા માટેની દિશા નકકી કરી શકશે. ઉપરાંત વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ કેળવી સાચી દિશાની મહેનત થકી સફળતા હાંસલ કરી શકશે.
જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ઘડી કાઢવામાં આયોજન મુજબ તા.૩૦/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૫૦ દરમિયાન છોટાઉદેપુર ખાતે આવેલી એસ.એફ.હાઇસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કારકીર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે. તા.૦૧/૦૬/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૫૦ દરમિયાન પાવીજેતપુર તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રીમતી વી.આર.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ, પાવી જેતપુર, તા.૦૨/૦૬/૨૦૨૨ના રોજ ૧૦:૦૦ થી ૧૧:૫૦ દરમિયાન બોડેલી તાલુકાનો તાલુકાકક્ષાનો કાર્યક્રમ શ્રી એચ.એસ.શિરોલાવાલા હાઇસ્કૂલ, બોડેલી, તા.૦૩/૦૬/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૫૦ દરમિયાન નસવાડી તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રીમતી એસ.બી.સોલંકી વિદ્યામંદિર, નસવાડી ખાતે, તા.૦૪/૦૬/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૫૦ દરમિયાન સંખેડા તાલુકા કક્ષાનો કાર્યક્રમ ડી.બી.પારેખ સાર્વજનિક હાઇસ્કૂલ, સંખેડા ખાતે અને તા.૦૬/૦૬/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૫૦ના રોજ કવાંટ તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી કવાંટ ઇંગ્લિશ સ્કૂલ, કવાંટ ખાતે યોજાશે.
રાજયના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ એવો એવો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
|
ReplyForward
|
