Gujarat

 નસવાડી ખાતે મોહમ્મદ પયગંબર સાહેબની વિવાદિત ટિપ્પણીઓ કરનારા નૂપુર શર્મા અને નવીન જીંદાલના વિરોધમા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યુ

નસવાડી તથા આજુ બાજુના નાના નાના ગામડાઓ જેવાકે બોરીયાદ તણખલા ના તમામ મુસ્લિમ વેપારીઓ લારી ગલ્લા બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે અને સાથે સાથે નસવાડી મામલતદાર આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં નૂપુર શર્મા અને નવીન જીંદાલ જેવા લોકોએ મોહંમદ પયગંબર સાહેબની વિવાદિત ટિપ્પણીઓ કરીછે તેવા લોકોને કડક મા કડક સજા થાય અને ખાલી પાર્ટીમાંથી કાઢી મુકવા એ કોઈ સજા નથી અને એમની એફ.આઈ.આર કરી ધરપકડ કરે અને કાનૂની કાર્યવાહી થાય અને આ નૂપુર શર્મા ને નવીન જીંદાલ એ આખા વિશ્વમાં ભારતની છબી ખરાબ કરીછે અને કોઈ પણ ધર્મના મહાપુરુષ નો અનાદર એ અતિશય નંદનીય અપરાધ છે આનાથી તમામ મુસ્લિમો અને પ્રિય નાગરિકોની લાગણી દુભાય છે અને આવા લોકોને રાજકીય પક્ષ માંથી કાઢી મુકવા એ પુરતુ નથી આવા લોકોને કડક માં કડક સજા થાય અને કોર્ટ માં કાનૂની કાર્યવાહી કરવામાં આવે એવી સમસ્ત મુસ્લિમ સમાજની માંગ ઉઠી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220610-190819_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *