ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સ્થાપવા પોતાની મહામૂલી જમીન આપનાર 19 ગામના અસરગ્રસ્તોના વિવિધ પ્રશ્નો ને માટે નસવાડી એસ. બી. વિદ્યામંદિર ના પંટાગણમાં આવેલ કોમ્યુનિટી હોલમાં સંમેલન યોજાયું જેમાં આદિજાતિ મોર્ચા ભાજપ અધ્યક્ષ પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા જશુભાઈ ભીલ તેમજ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત ના નર્મદા અસરગ્રસ્તો મોટી સંખ્યામાં તેમના વિવિધ બાકી પ્રશ્નો ને લઇ હાજર રહ્યા હતા
નર્મદા ડેમ નિર્માણ માં પોતાની મહામૂલી જમીન આપનાર નર્મદા અસરગ્રસ્તો આજેપણ તેમના વિવિધ પ્રશ્નોને લઇ સરકાર સામે લડી રહ્યા છે છતાંય તેઓના પ્રશ્નો હલ થતા નથી તેઓ આક્રોશ સંમેલનમાં વ્યક્ત કરી જણાવ્યું હતું કે કેવડીયા ખાતે 100 દિવસથી વધુ ધરણા ઉપર બેસેલા નર્મદા અસરગ્રસ્તોના પ્રશ્નો સરકાર દ્વારા હલ કરવામાં આવશે તેવી ખાત્રી જે તે વખતના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા ની હાજરીમાં તેમજ અન્ય ભાજપા નેતાઓની હાજરીમાં અપાયા બાદ તે ધરણા પ્રદર્શન સમેટી લેવામાં આવ્યું હતું તેણે પણ વર્ષો વીતવા આવ્યા છતાં પણ નર્મદા અસરગ્રસ્તો ના પ્રશ્નો હલ નહી થતા નસવાડી ખાતે 19 ગામના નર્મદા અસરગ્રસ્તો ભેગા થયા હતા જે પ્રશ્નો છે તે ગુજરાત સરકાર અને ભારત સરકાર પાસે લઇ જવાની તૈયારી ઓ કરાઈ છે તેમજ આ પ્રશ્નો હલ નહીં થાયતો આગામી દિવસોમાં નર્મદા અસરગ્રસ્તો અનેક કાર્યક્રમો આપી સરકાર ને જગાડવાનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાતના નર્મદા અસરગ્રસ્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હોય તેમના વિવિધ પ્રશ્નોની રજુઆત કરાઈ હતી
આગામી દિવસોમાં ગુજરાત સરકાર અને ભારત સરકાર સમક્ષ રજુઆત કરવાનું સંમેલનમાં હાજરી આપવા આવેલા આદિજાતિ મોર્ચા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પૂર્વ ધારાસભ્ય ગુજરાત સરકાર ના પૂર્વ સંસદીય સચિવ ભારત સરકારના આદિજાતિ આયોગ સભ્ય કેન્દ્ર સરકારના હર્ષદ વસાવા એ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર