નાઝનીન ખાને મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જૂનાગઢ પોલીસ સાથે રહીને ૧૧૦૦૦ થી વધુ બહેનોને સેલ્ફ ડિફેન્સ તાલીમ આપી ચૂકી છે. ઉપરાંત નાઝનીન ખાનગી શાળામાં કરાટેનુ કોચિંગ પણ આપી રહી છે. જેનાથી આવક મેળવી નાઝનીન પરિવારમાં પણ આર્થિક રીતે પણ મદદરૂપ થઈ રહી છે.
