ગિરગઢડા
ભરત ગંગદેવ.
નાના ચિલોડા ખાતે આવેલ કન્યા તેમજ કુમાર પ્રાથમિક શાળામાં મહોત્સવ અને પ્રવેશોત્સવ 2022-2023 ની ઉજવણી કરવામાંઆવી પૂર્વ સરપંચ તેમજ ગામના આગેવાનો અને આઇપીએસ અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ સરપંચ શ્રી શનાભાઈ ભોઈ દ્વારા વિદ્યાર્થીઓને બેગ તેમજ પારલે બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પાંચ થી આઠ ધોરણ માં પ્રથમ નંબર આવનારને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું પરેશભાઈ ઠક્કર દ્વારા જે વિદ્યાર્થીઓની ફુલ હાજરી હતી તેમને 251 રૂપિયા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રવેશ ઉત્સવ સફળ બનાવવામાં આવ્યો હતો શિક્ષકો દ્વારા પણ સરસ આયોજન કરવામાં આવ્યું હતું


