Gujarat

‘નારી વંદન ઉત્સવ’ના બીજા દિવસે જૂનાગઢમાં જિલ્લા કક્ષાનો ‘બેટી બચાવો બેટી પઢાવો’ કાર્યક્રમ યોજાયો

રાજ્યમાં નારીવંદન ઉત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. આ કાર્યક્રમના

બીજા દિવસે જૂનાગઢમાં જિલ્લા કક્ષાનો ‘બેટી બચાવો બેટી પઢાવો’ કાર્યક્રમ  યોજાયો હતો.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ માં તાલુકા કક્ષાએ પ્રથમ આવેલી ૩૦ દીકરીઓનું અધિકારીઓએ શૈક્ષણિક કીટ અર્પણ કરી સન્માન કર્યું  હતું.

આ કાર્યક્રમ માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જિગર જસાણી તથા  જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી જલ્પા ક્યાડા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

nari-vandan-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *