Gujarat

નાળીયેરી પાકમાં સફેદ માખી અને તેના નિયંત્રણ વિશે માહિતી આપવા ફ્ળરોપા ઉછેરે કેન્દ્ર કોડીનાર ખાતે એક દિવસીય પાક પરીસંવાદનું આયોજન

       ગિરગઢડા
        ભરત ગંગદેવ..
 નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા જિલ્લાના બાગાયતી ખેતી કરતાં ખેડુતમિત્રો નાળીયેરીના પાકમાં સફેદ માખીના ઉપદ્રવ અને તેનું નિયંત્રણ કેવી રીતે કરવું તેનાથી માહિતગાર થાય તેવા હેતુસર એક દિવસીય પાક પરીસંવાદનું આયોજન ફ્ળરોપા ઉછેર કેન્દ્ર કોડીનાર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિષય નિષ્ણાત તરીકે સહ પ્રાધ્યાપક શ્રી ડીએમ જેઠવા, જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના શ્રી રમેશભાઈ રાઠોડ,  વિષય નિષ્ણાત કૃષિ વિકાસ કેન્દ્ર કોડીનાર તેમજ બાગાયત ખાતાના અધિકારી શ્રી એમ. બી. ગળથીયા દ્વારા આયોજીત આ પરીસંવાદમાં જિલ્લા ના ૧૦૦ જેટલા ખેડૂતમિત્રો હાજર રહ્યા હતા. જેઓને નાળીયેરીમાં સફેદ માખીના નિયંત્રણ વિષે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે કુ.કાજલબેન બારડ કુ.બરખાબેન બારડ બાગાયત મદદનીશ  જે. એમ રાઠોડ અને આત્મા વિભાગના કર્મચારી  ઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220526-WA0334.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *