Gujarat

નિવૃત આઈએએસ બોગસ ખેડૂત બનતાં ગણોતધારા હેઠળ કેસ દાખળ થયો

ખેડા
માતર તાલુકામાં છેલ્લા એક માસથી બોગસ બની બેઠેલાં ખેડૂતોની તપાસ ચાલી રહીં છે. ગત ૨૦ મેં ના રોજ ગાંધીનગર મહેસુલ વિભાગની ટીમ દ્વારા માતર ખાતે સબ રજીસ્ટ્રાર વિભાગની કચેરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અધિકારીઓ દ્વારા દસ્તાવેજની ચકાસણી કરતાં કેટલાક શંકાસ્પદ દસ્તાવેજાે મળી આવ્યાં હતા. જેથી સબ રજીસ્ટ્રાર પાસેથી વર્ષ ૨૦૨૧-૨૨માં થયેલા દસ્તાવેજની ૨૦૦થી વધુ નકલો ગાંધીનગર લઈ જવામાં આવી હતી. બાદમાં સ્થાનિક માતર મામલતદાર કચેરી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે અધિકારીઓએ દસ્તાવેજાેની ચકાસણી કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. લાંગાનું નામ પણ બહાર આવ્યું છે. માતર તાલુકાના વિરોજા ગામે આ રિટાયર્ડ કલેકટરે ૪ હેક્ટર ૨૨.૪૪ ગુંઠા જેટલી જમીન ચાલુ વર્ષે ૨૦૨૨માં જ ખરીદી છે જેનો સર્વે નંબર ૨૮૦ છે. માતરમાં ચાલી રહેલ બિન ખેડૂતોની તપાસમાં દસ્તાવેજાેની ચકાસણી કરતાં પૂર્વ આઈએએસ એસ. કે. લાંગાએ માતર તાલુકાના વિરોજા ગામે જમીન ખરીદી હતી. જેનાં કાગળો અને રેકર્ડ ચકાસણી દરમિયાન તેઓ ખોટી રીતે ખેડૂત બન્યા હોવાનું પ્રાથમિક તબક્કે માલુમ પડતા તેમને એક મહિના પહેલા ખેડૂત બન્યા હોય તેના જરૂરી પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. બાદમાં એમનો કોઈ જવાબ ના મળતા તેમની સામે ગણોતધારા કલમ ૮૪ સી હેઠળ સરકારમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે તેમની સામે આગામી દિવસોમાં કાયદાકીય ગણોતધારા હેઠળ બીજી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. નિવૃત આઈએએસ એસ. કે. લાંગા છેલ્લે ગાંધીનગર જિલ્લા કલેકટરમાંથી બે વર્ષ પહેલાં નિવૃત્ત થયા છે. તેઓ અગાઉ ગોધરાના કલેકટર હતા. એ સમયે પણ તેઓએ ખાનગી વ્યક્તિઓને જમીનનો લાભ અપાવ્યો હોવાના આક્ષેપ થયા હતા. જેને પગલે પંચમહાલ પોલીસે તેમની સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે લાંગા ગાંધીનગર જિલ્લા કલેકટર હતા, ત્યારે તેમણે પેથાપુરની કેટલીક સરકારી જમીન ગેરકાયદે રીતે ખાનગી વ્યક્તિઓને અપાવી બિન ખેડૂતોને ખેડૂત બનાવી ખેતીની જમીનને બિનખેતીમાં તબદીલ કરવાનું કૌભાંડ પણ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે રિટાયર્ડ આઈએએસ લાંગા સામે અગાઉ દિલ્હીથી તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. એસ. કે. લાંગા ૬ જિલ્લામાં આરએસી, ડીડીઓ અને કલેકટર પદે રહેતાં અનેક કૌભાંડ કર્યાની રાવ ઉઠી છે. બિન ખેડૂતના કૌભાંડમાં ખેડા જિલ્લાની માતર મામલતદાર કચરીમાં અગાઉ ૨૦૧૮ થી ૨૦૨૨ એટલે કે સતત ચાર વર્ષ સુધી એક જ ટેબલે મહેસુલ નાયબ મામલતદારની ફરજ બજાવી ચૂકેલા મામલતદારની પણ મહત્વની ભૂમિકા હોય તેવી ચર્ચાએ સમગ્ર પંથકમાં જાેર પકડ્યું છે. જેથી અગાઉના ૨૦૧૮ થી ૨૦૨૨ સુધીમાં માતર ખાતે થયેલ તમામ દસ્તાવેજાેની થયેલ પ્રમાણિત એન્ટ્રીઓનું રેકર્ડ ચેક કરવામાં આવે તો બિનખેડૂતોના કૌભાંડમાં વધુ કેટલાંક અધિકારીઓ અને જમીન માફિયાઓના નામ બહાર આવવાની શક્યતા છે.ખેડા જિલ્લાના માતર તાલુકાના વિરોજા ગામે બહાર આવેલાં બોગસ ખેડૂત કૌભાંડમાં બે વર્ષ પૂર્વે ગાંધીનગર કલેક્ટર તરીકે નિવૃત થયેલાં એસ. કે. લાંગાનું નામ બહાર આવતાં ગણોતધારા મુજબ ગુનો દાખલ કરાતાં સનદી અધિકારીઓમાં ચકચાર મચી ગઈ છે. આઈએએસ લાંગાના કારનામાંની યાદી લાંબી છે. ગાંધીનગર કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન પેથાપુરમાં કેટલીક સરકારી જમીન ગેરકાયદે રીતે ખાનગી વ્યક્તિઓને અપાવી બિન ખેડૂતોને ખેડૂત બનાવી ખેતીની જમીનને બિનખેતીમાં તબદીલ કરવાનું કૌભાંડ પણ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત ગોધરાના કલેકટર હતા ત્યારે પણ તેઓએ ખાનગી વ્યક્તિઓને જમીનનો લાભ અપાવતાં પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને હવે ખેડાના માતરમાં બોગસ ખેડૂત તરીકે તેમનું નામ ખૂલતાં અધિકારી રાજમાં ચાલતો બેફામ ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. લાંગાના કારનામાંની દિલ્હી સુધી રજૂઆત થતાં તેમની સામે કાયદાનો ગાળીયો કસાયો છે. જેમાં હજુ ઘણાં મામલતદાર કક્ષાના અધિકારીઓના નામ ખુલવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *