Gujarat

નેશનલ ડ્રામામાં ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા બોડેલી ના વિદ્યાર્થીઓ જિલ્લામાં ક્ક્ષાએ પ્રથમ      

આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મુઝિયમ મુંબઈ કેન્દ્ર વિજ્ઞાન દ્વારા એક  ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું.
જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ તથા ગામડાના લોકો માંથી અંધશ્રદ્ધાઓ દૂર થાય, વિજ્ઞાન ને જાણી વાતાવરણ સાથે અનુકૂલન સાધવાનો છે જેમાં જિલ્લાની મોટાભાગની શાળાઓએ સ્પર્ધામાં સહભાગી બની. ત્યારે ખત્રી વિદ્યાલયના આઠ વિદ્યાર્થીઓ જેમાં ૧.ખત્રી અયાન ૨.ખત્રી યાસીન ૩.જમાલ ઝુબેર ૪.મન્સુરી અનસ ૫.મન્સુરી રાહીલ ૬.પરમાર અવિરાજ ૭. ખત્રી આમીર ૮. મન્સુરી સલમાનની ટીમે અંધશ્રદ્ધાને દૂર કરવા માટે હૃદયની સ્પર્શી જાય તેમ નાટક રજૂ કરી પ્રેક્ષકો ને મંત્રમુગ્ધ કરી દઈ. જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા તથા ગામનું નામ રોશન કરનાર વિધાર્થીઓને  તથા નાટકના કન્વીનર શ્રી એમ.એ.ખત્રી સાહેબને શાળા મંડળ, આચાર્યશ્રી તથા શિક્ષક ગણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221019-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *