ગોધરા
જીટીયુની તપાસમાં કુલ ૨૩૩માંથી ૧૮ પરીક્ષાર્થીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જયારે ૨૧૩ને દોષિત માનીને તેઓને ૧ વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહિ તેવી લેવલ-૩ની સજા અને એકને ૩ વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહિ તેવી લેવલ-૨ની સજા કરી હતી. જ્યારે ટુવા અને શહેરાની એન્જિનિયરિંગ કોલેજાેમાં પરીક્ષામાં માસ કોપી પકડતાં ય્ેંએ બંને કોલેજાેને આગામી બે પરીક્ષા માટે કેન્દ્ર રદ કરીને રૂા.૧-૧ લાખની પેનલ્ટી પણ ફટકારી છે. સાથે ચાલુ સેમેસ્ટર દરમિયાન વિદ્યાર્થીઓએ આપેલી તમામ પરીક્ષા રદ કરી છે. જાે ફરીથી આજ કોલેજમાં આવી ગેરરીતિ પકડાશે તો પરીક્ષા કેન્દ્રો હમેશાંના માટે રદ કરવાની જીટીયુએ ચીમકી ઉચ્ચારી છે. મને સવારે માસ કોપી બાબતની કાર્યવાહી કરવામાં આવી છે. તે ન્યૂઝ પેપરના આધારે ખબર પડી છે. પણ હજુ સુધી ઓફિશિયલ કોઈ લેટર આવ્યો નથી. લેટર બાદ કઈ કહશ. જીટીયુની તપાસમાં ટુવા અને શહેરાની કોલેજના વિદ્યાર્થીઓ માસ કોપીમાં પકડાતાં ૨૧૩ વિદ્યાર્થીઓ એક વર્ષ સુધી પરીક્ષા નહિ આપી શકે અને જ્યારે એક વિદ્યાર્થીને ૩ વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહિ તેવી સજા કરી છે. જ્યારે માસ કોપી પકડાયેલ ટુવા અને શહેરાની કોલેજાેને ૧-૧ લાખનો દંડ ફટકાર્યો છે. જાે ફરીથી આવી ગેરરીતિ પકડાશે તો કોલેજનું પરીક્ષા કેન્દ્ર હમેશાં માટે રદ કરાશે. ટુવા અને શહેરાની એન્જિનિયરિંગ કોલેજમાં પરીક્ષાર્થીઓની પરીક્ષા બાદ પેપરની તપાસણી ગાંધીનગર ય્ેં કરી હતી. ય્ેંની બીઇ સેમે.૩ અને ૫ની પરીક્ષામાં ટુવાની કોલેજના ૧૪૭ પરીક્ષાર્થીઓ અને ઓમ કોલેજના ૭૧ પરીક્ષાર્થીઓ માસ કોપી કરતાં ઝડપાયા હતા. ય્ેં દ્વારા માસ કોપીમાં સંડોવાયેલા તમામ પરીક્ષાર્થીઓને બોલાવીને તેઓની પૂછપરછ કરી હતી. કેટલાક પરીક્ષાર્થીઓ પાસે પેપર લખાવ્યા હતા. એક સાથે મોટા પ્રમાણમાં માસ કોપીના કેસ મળતાં અન્ય કોલેજમાં આવી પ્રવૃતિ થતી અટકાવવા ય્ેંએ કડક કાર્યવાહી કરી હતી.
