Gujarat

પંચાયત વિભાગ હસ્તકના તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોને લઈને સત્વરે હકારાત્મક નિકાલ લાવવા અને અચોક્કસ મુદતની હડતાલ પૂર્ણ કરવા માટે માન. ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવીને રજૂઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત… 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ગુજરાત રાજ્યના પંચાયત વિભાગ હસ્તકના તલાટી કમ મંત્રીઓ તેમના વિવિધ પ્રશ્નોને લઈને તા. ૦૨/૦૮/૨૦૨૨ થી અચોક્કસ મુદતની હડતાલ પર હોય, જેથી છેલ્લા એક સપ્તાહથી સમગ્ર ગુજરાતના ગામોમાં ગ્રામ પંચાયતના કામો, લોકોના કામો, અને લોકોના યોજનાકીય કામો બંધ થયેલ છે, લોકો તેમના કામો માટે  મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે.  જેથી ગ્રામ્યજનોના કામો અટવાઈ રહ્યા છે. જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેને ધ્યાને લઈને ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા માન. મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકારને આ અંગેનો પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવેલ છે કે પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રીઓ છેલ્લા એક સપ્તાહથી પોતાના હક્ક અને લાંબા સમયથી તેઓના પડતર પ્રશ્ન માટે લડત લડી રહ્યા છે,તેમાં તેઓની માંગણી સંતોષીને તેમના પડતર પ્રશ્નોને સત્વરે નિકાલ કરવામાં આવે અને તેઓની અચોક્કસ મુદતની હડતાલનો સુખદ અંત લાવવા જણાવેલ છે.  આમ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા લોકો અને કર્મચારીઓના હિતને ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *