ભરતભાઇ ગંગદેવ
ગીર ગઢડા
*પ્રશિક્ષણ શિબિર અને સેમિનાર અનુ. જાતિના ચુંટાયેલા હોદેદારો ગ્રામ પંચાયત અને સામાજિક ન્યાય સમિતિ ગ્રામ પંચાયત અને નગરપાલિકા*
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ગ્રામ પંચાયતના અને નગરપાલિકાના અનુસુચિત જાતિ સમાજના ચુટાયેલા સરપંચશ્રીઓ અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષો તેમજ અનામત સીટ પર ચુટાયેલા અનુસૂચિત જાતિ સભ્યોને પંચાયતી રાજ 1973/સુધારા કાયદો અને પંચાયત ધારા 1993/કાયદા ઓ સબંધી કાનૂની કાર્યવાહી પ્રતિ શિક્ષણ શિબીરનુ એક દિવસય સેમીનાર ડૉ.બાબાસાહેબ આંબેડકર શૈક્ષણિક સંકુલ, બીએસકેસી કોમ્પિટિશન કલાસ કોડીનાર ખાતે માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર સ્થાને અમદાવાદ સહયોગથી સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સામજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મણીબેન વાજાના પ્રતિનિધિ અમુભાઇ વાજા તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ દ્વારા સાથે રહીને દિપ પ્રાગટ્ય કર્યુ હતુ તેમજ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર દલિત સંગઠન સંયોજક ગોવિદભાઇ ચાવડા, ડો. જયંતીભાઈ માકડીયા, દેવદાનભાઇ મુછડીયા માનવ વિકાસ સંસોધન કેન્દ્રમાંથી હિતેન્દ્ર રાઠોડ,રાજેશ ભાઇ લકુમ અને સમુદ્ર શ્રમિક સુરક્ષા સંધ કોડીનાર માછીકામદાર સંગઠનના અગ્રણી બાલુભાઈ સોચા, જયાબેન, પ્રતાપભાઈ ચાવડા, દક્ષાબેન સાંખટ વિગેરે કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં કોડીનાર તાલુકાના તમામ યુવા સંગઠનોના પ્રતિનિધિઓ, પ્રમુખો રાષ્ટ્રીય સંગઠન એક વિચાર એક ભારતના પ્રતિનિધિ રાજેશ સોલંકી, કોડીનાર તાલુકા અને શહેરના એકટીવ સામાજિક સંગઠન આઝાદ ગ્રુપના પ્રમુખ કુલદીપ વાઢેળ તેમજ તેમની સાથે યુવાનોની ટીમ, અનુ.જાતિ સમાજની તમામ સમસ્યાઓમાં અગ્રણી સંસ્થા ભીમ સેનાના પ્રમુખ વિજયભાઈ વાઢેળ, બાલુભાઈ તેમજ અન્ય તમામ ભીમ સૈનિકો તેમજ યુવા સામાજિક અગ્રણી સમીરભાઈ વાઢેળ દ્વારા સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોતાનો કિમતી સમય આપી સેવાકીય કાર્ય કર્યુ હતું. ભીમ આર્મી પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને પ્રો. પી.પી.રાઠોડ સાહેબ કાર્યક્રમમાં સહકાર આપ્યો હતો આ ઉપરાંત બીએસકેસી કોમ્પિટિશન કલાસીસ કોડીનારના પ્રતિનિધિઓ આ ઉપરાંત સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ કોડીનાર અને અનુસૂચિત જાતિ કર્મચારી મંડળ ગીર સોમનાથ જિલ્લા અને તાલુકાના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા અને સમાજની પંચાયતી રાજ પર થયેલી ચર્ચા પર ભાગીદાર બન્યા હતા ગામડાંમાથી પંચાયતમાં ચુટાયેલા અનુસૂચિત જાતિ સભ્યો સરપંચો અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષો તેમજ અનામત સીટ પર ચુટાયેલા ચુટાયેલા અનુસૂચિત જાતિ સભ્યો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ સફળ બનાવવામા દક્ષાબેન સાંખટ અને રાજેશ સોલકીએ સારી રીતે જહેમત ઉઠાવીને સફળ બનાવવા સફળ રજુઆત કરી હતી


