Gujarat

પંચાળા સ્વામિનારાયણ મંદિરના સંતની લોકશાહીના પર્વમાં સહભાગી થઇ મતદાન કરવા અપીલ

જૂનાગઢ તા.૨૫ લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી, વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં તમામ મતદારો સહભાગી બને અને વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટીબધ્ધ છે. આ લોકશાહીના પર્વમાં સહભાગી થવા સાધુ-સંતો પણ અપીલ કરી રહ્યા છે. જેમાં કેશોદના પંચાળા સ્વામિનારાયણ મંદિરના સંત દ્વારા તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી છે.

લોકશાહીનો પર્વ ચૂંટણી આગામી તા.૧ ડિસેમ્બરે યોજાનાર છે. પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા વહીવટી તંત્ર દ્વારા સામાજિક સંસ્થાઓ અને વિદ્યાર્થી સંગઠનોને સાથે રાખી જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે કેશોદના પંચાળા સ્વામિનારાયણ મંદિરનાં સંતશ્રી ઘનશ્યામચરણદાસ સ્વામી દ્વારા લોકશાહીની ગરિમા જાળવવા માટે નાગરિકોને મતદાન કરવા અપીલ કરી છે. જેમાં સાધુ-સંતો પણ જોડાયા છે.

swami-ghansyamcharn-dasji.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *