Gujarat

પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે તે દિશામાં કામગીરી કરવા સૂચનો કર્યા

રાજ્યના કૃષિ , પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે પીજીવીસીએલ અને એસટી વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિવિધ પ્રશ્નો અંગે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ પીજીવીસીએલના અધિકારીશ્રીઓને જામનગર જિલ્લામાં જે તે જગ્યાએ ફીડર બદલવાની જરૂર હોય તે બદલાવવા, ટિસી બદલવા અંગે, ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના પ્રશ્નોના નિરાકરણ લાવવા અંગે, સમયાંતરે સબ સ્ટેશનની વિઝિટ કરવી, ઔધોગિક વિસ્તારોમાં વીજળીના પ્રશ્નો ન રહે તેમજ જે જગ્યાએ વીજળીના ફોલ્ટ હોય તેનું તાત્કાલિક નિરાકરણ અર્થે સ્પેશિયલ ટીમ બનાવીને કામગીરી કરવા સૂચનો હાથ તેમજ એસટી વિભાગના અધિકારીશ્રીઓને વિવિધ રુટ પર યોગ્ય રીતે બસની ફાળવણી કરવી, લોકોને મુસાફરીમાં આગવડતાઓ ન પડે તે પ્રકારે સૂચનો હાથ ધર્યા હતા. આ બેઠકમાં મંત્રીશ્રીએ હકારાત્મક અભિગમ દાખવી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવે અને જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે દિશામાં કામગીરી કરવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *