Gujarat

પરણિતાએ કૌટુંબીક ઝઘડાથી કંટાળી સોમનાથના દરિયામાં કૂદકો માર્યો

ગીર સોમનાથ
બાતમી મળતાં કે મહીલા સોમનાથ મંદિરની પાછળના સમુદ્રમાં પડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી છે. જે માહિતીને લઇ તુરંત જ ટાઉન બીટ પો.હે.કોન્સ. મનોજગીરીએ સ્થળ પર દોડી જઈ દરીયામાં મહીલાને જાેઈ તુરંત જ પોતે દરીયામાં કુદી મહીલાને બહાર કાઢી હતી. જે બાદ પોલીસ વાનમાં સ્ટેશન ખાતે લઇ આવ્યાં હતા. જયાં મહીલા કોન્સક. ભગવતીબેન, મહેન્દ્રભાઇ ભર્ગાની હાજરીમાં મહિલાને આત્મહત્યા કરવાનું કારણ પુછતા કૌટુંબીક ઝગડો હોવાને લીધે માનસીક ટેન્શ નમાં હોવાથી જીંદગીથી કંટાળી આત્મ હત્યાકનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસકર્મીઓએ આ મહિલા સાથે વાતચીત કરી અનમોલ જીવનનું મહત્વ સમજાવી ટેન્શતનમાંથી બહાર લાવવા પ્રયત્નલ કર્યો હતો. બાદમાં તેણીના કૌટુંબીક ઝગડાનું નિરાકરણ તેમના કૌટુંબીક સભ્યોની હાજરીમા કરાવી પરીવાર સાથે મિલન કરાવ્યુંન હતું. સામાન્ય સંજાેગોમાં પોલીસની જવાબદારી કાયદો વ્યવસ્થાની સુચારૂ જાળવણીની હોય છે પરંતુ પોલીસ વિભાગ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે પણ હમેંશા તત્પર રહે છે તે વાતને સોમનાથના પોલીસ કર્મચારી મનોજગીરી ગોસ્વામીએ ચરિતાર્થ કરી બતાવી છે. જાે સોમનાથના સમુદ્રમાં બનેલી ઘટનામાં પોલીસ કર્મચારી થોડો સમય પણ વિલંબ કરત તો અઘટિત ઘટના બની જાત. ગુજરાત પોલીસની નેમ છે નાગરિકોની સેવા સુરક્ષા અને શાંતિ… માટે પોતે જાનની પરવાહ કર્યા વગર પોતાની ફરજને પ્રથમ પ્રાધાન્ય આપી મહિલાનો જીવ બચાવ્યો છે. આમ પોલીસકર્મીએ માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડવાની સાથે પ્રશંસનીય કામગીરી કરી હોય જેને સર્વત્ર આવકારી રહ્યા છે.સોમનાથ નજીકના દરિયા કિનારે એક પરિણીતાએ કૌટુંબીક ઝગડાથી કંટાળી જીવનનો અંત લાવવા દરિયામાં ઝંપલાવ્યું હતું. જાેકે, ગીર સોમનાથ જિલ્લા પોલીસના જાંબાઝ પોલીસ કર્મીએ સાહસિકતા અને સમય સુચકતા બતાવી મહિલાનો જીવ બચાવી લીધો હતો. આમ, ખાખીની સંવેદનશીલતા સામે આવતા લોકોએ બિરદાવી આવકારી હતી.

The-woman-fed-up-with-the-domestic-disturbances-plunged-into-the-sea-of-Somnath.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *