નડિયાદ
નડિયાદ તાલુકાના ડભાણ ગામે રહેતી લઘુમતી સમાજની ૨૩ વર્ષીય યુવતીના લગ્ન દોઢેક વર્ષ અગાઉ સમાજના રીતી રિવાજ મુજબ આણંદ ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના એકાદ માસ બાદ પત્નીને માલુમ પડ્યું કે પતિના અગાઉ પણ લગ્ન થઈ ગયેલા હતા. જેથી આ બાબતે પત્નીએ પતિને પુછતાં પતિએ તેણીની સાથે ઝઘડો કર્યો હતો. આથી પીડીતા રીસાઈને પોતાના પિયરમાં આવી ગઈ હતી. આ વાતને પણ દોઢ વર્ષ જેટલો સમય વિત્યો આમ છતાં પણ કોઈ નિવેડો આવ્યો નહોતો. જેથી પીડીતાએ આણંદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. આ કેસ હજુ પણ ચાલુ છે. આ દરમિયાન પીડીતાના પતિએ અવારનવાર મોબાઈલ ફોન કરી પીડીતાને આ ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યુ હતું. તેમજ તને તલાક તો નહી જ આપુ તારાથી થાય તે કરી લે તેમ કહ્યું હતું. આટલેથી વાત નહી અટકતા ગત ૪ જુલાઈના રોજ પતિએ પોતાના વોટ્સએપ સ્ટેટસ પર ધમકી ભર્યા સ્ટેટસ મૂક્યા હતા. અને પીડિતાને અવારનવાર ધાક ધમકી આપતા પતિના આવા કારસ્તાનથી પત્નીએ સમગ્ર મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૫૦૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.નડિયાદના ડભાણ ગામે લઘુમતી સમાજની દીકરીના પતિએ અગાઉ થયેલા લગ્નની વાત છુપાવતા ઘર સંસારમાં દરાર પડી છે. લગ્નના એક મહિના બાદ માલૂમ પડ્યુ કે પતિએ અગાઉ પણ કોઈ યુવતી સાથે લગ્ન કર્યા હતા. જેથી પત્નીએ પુછતાં પતિએ ઝઘડો કરતા પીડીતાએ સાસરી છોડી પિયરની વાટ પકડી હતી. આટલું પૂરતું ન હોવાથી પતિએ પોતાના વોટ્સએપ સ્ટેટસ પર ધમકીભર્યા સ્ટેટસ મુકતા અને અવારનવાર ફોન કરી પીડીતાને ધમકી આપતાં પીડીતાએ પતિના આવા કારસ્તાનથી નડિયાદ ગ્રામ્ય પોલીસમા ફરિયાદ નોંધાવી છે.


