Gujarat

પરિણીતાને ભૂતકાળમાં પડાવેલ ફોટો લગ્ન જીવનને ડામાડોળ કરી નાંખ્યા

ગાંધીનગર
આજથી દોઢ વર્ષ અગાઉ યુવતીને ઇનસ્ટ્રાગામનાં માધ્યમથી સંતરામપુરનાં ગિરીશ ડામોર સાથે મિત્રતા થઈ હતી. આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જે બાદ બંને ગાંધીનગરમાં એકબીજાને મળતા હતા અને અલગ-અલગ સ્થળોએ ફરવા પણ જતાં હતાં. આ દરમિયાન પ્રેમી ગિરીશ ડામોર બંનેના મોબાઈલમાં ફોટા પાડતો હતો. જાેકે, આ પ્રેમ સંબંધોનો ટૂંકા ગાળામાં અંત આવી ગયો હતો. કેમકે તા. ૫/૮/૨૦૨૧ ના રોજ સમાજના યુવક સાથે યુવતીની સગાઈ નક્કી થઈ ગઈ હતી અને છ મહિના પહેલા બન્નેના લગ્ન પણ થઈ ગયા હતા. પરંતુ તેને સ્વપ્નેય અંદાજ હતો નહીં કે તેનો ભૂતકાળ માત્ર એક મહિનામાં જ વર્તમાન જીવનમાં જાહેર થઈ જશે. લગ્નનાં એક મહિના પછી તા. ૧૫/૯/૨૦૨૧ ના રોજ તેના પતિના મોબાઇલ ઉપર અલગ-અલગ નંબરો પરથી પ્રેમી સાથેના જૂના ફોટા અને વીડિયો પહોંચી ગયા હતા. સાથે બિભત્સ ગાળો પણ લખેલી હતી. આ જાેઈને તેનો પતિ ચૂપ રહ્યો ન હતો અને કંકાસ પણ થવા લાગ્યો હતો. આટલું ઓછું હોય એમ સગા સંબંધીઓ સુધી પણ ઉક્ત અંગત પળોના ફોટા વીડિયો કોઈએ મોકલી આપતાં આખા પરિવારમાં બદનામી થઈ હતી. આવાં ફોટા વીડિયો લાંબા સમયથી અલગ-અલગ નંબરોથી ચાલે રાખ્યું હતું. બાદમાં બે મહિના પછી તેના પતિના ઇનસ્ટાગ્રામ આઈડી ઉપર પણ કોઈ અજાણ્યા આઈડી દ્વારા ફોટા વીડિયો મોકલી આપવામાં આવ્યાં હતા. જેમાં નીચે લખેલું હતું કે “જાે તારી પત્ની આની જાેડે”. આ જાેઇને તેનો પતિ પણ ભડકયો હતો. આખરે ગિરીશ ડામોર સામે શંકા રાખીને તેણીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં જાન્યુઆરી ૨૦૨૨ માં ફરિયાદ કરી હતી. ત્યારે જઈને પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, ભૂતકાળનાં પ્રેમી ગિરીશ ડામોર જ ખોટા આઇડી – નામ ધારણ કરીને પ્રેમિકા સાથેના ફોટો વીડિયો પતિ સહિતના પરિવારજનોને મોકલી આપી બદનામ કરી હેરાન કરતો હતો. આમ પ્રેમી સાથે અંગત પળો દરમિયાન પડાવેલા ફોટા વીડિયોએ ભાવિ નર્સના જીવનમાં ભૂકંપ લાવી દીધો છે.ગાંધીનગરની એક કોલેજ અભ્યાસ કરતી યુવતીને સોશ્યલ મીડિયામાં પાંગરેલો પ્રેમ ભારે પડી ગયો છે. ભૂતકાળમાં પ્રેમી સાથે પડાવવામાં આવેલા ફોટા તેના પતિ સહિતના સગા સંબંધીઓ સુધી સોશ્યલ મીડિયાના માધ્યમથી પહોંચી ગયા હતા. આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં અંગત પળોનાં ફોટા બીજા કોઈએ નહીં પણ તેના પ્રેમીએ જ વાયરલ કર્યા હોવાનું બહાર આવ્યું છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવી પ્રેમી સાથે ફોટા પડાવવાનું નર્સિંગની વિદ્યાર્થીનીને ભારે પડી ગયું છે. હજી તો સમાજના રીત રિવાજ મુજબ છ મહિના પહેલા જ લગ્ન કરીને ઘર સંસાર શરૂ કરનાર પરિણીતાના પતિ અને સગા સંબંધીઓ સુધી પ્રેમી સાથેના અંગત પળોનાં ફોટા અને વીડિયો પહોંચી જતાં હવે તેણીનો સંસાર ડામાડોળ થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *