Gujarat

પાંડેસરામાં ૪ સંતાનના પિતાએ ૫ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું

સુરત
પાંડેસરામાં રહેતા ૪ સંતાનના પિતાએ પડોશમાં રહેતી ૫ વર્ષની બાળકીને કેળુની લાલચ આપી ઘરમાં બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો. પડોશીની આવી હરકતથી બાળકી એટલી હદે ગભરાય ગઈ હતી કે તેણે ઘરમાં વાત પણ કરી ન હતી. બાળકી જયારે કપડા બદલવા માટે ગઈ ત્યારે માતાને શંકા ગઈ હતી. પછી માતાએ દીકરીને બેસાડી પૂછપરછ કરી જેમાં પડોશીની ગંદી હરકતોનો ભાંડો ફુટયો હતો. માતા પડોશીને પૂછવા ગઈ તો તેણે આવુ કશું ન કર્યુ હોવાનું રટણ કર્યું હતું. આજુબાજુના લોકોએ એકત્ર થઈ પડોશી સાથે માથાકૂટ કરી પોલીસને હવાલે કરી દીધો હતો. પાંડેસરા પોલીસે નરાધમ પડોશી દિનેશ મદારીલાલ પ્રજાપતિ (ઉ.વ.૩૭)(મૂળ રહે,યુપી)ની સામે બળાત્કાર અને પોક્સો એકટની કલમો હેઠળનો ગુનો નોંધી ધરપકડ માટેની કાર્યવાહી કરી છે. આરોપી દિનેશ એમ્બ્રોઇડરીના કારખાનામાં મજૂરી કરે છે. ડ્યૂટી પરથી રૂમ પર આવ્યો ત્યારે બાળકી નીચે રમતી હતી. તે સમયે નરાધમે બાળકીને કેળુ આપવાની લાલચ આપી પોતાના રૂમમાં લઈ ગયો હતો. જયા હવસખોર પડોશીએ બાળકી પર રેપ કર્યો હતો. આરોપી છેલ્લા ૧૦ વર્ષથી સુરતમાં રહે છે અને ૪ સંતાનનો પિતા છે. આરોપી પડોશીને સંતાનમાં ૩ દીકરી અને ૧ દિકરો છે અને હાલમાં પણ પત્ની પ્રેગ્નેટ છે. હાલમાં પત્ની ૪ સંતાનોને લઈ વતન ચાલી ગઈ છે. આરોપી છેલ્લા ૪ મહિનાથી એકલો રહેતો હતો. બાળકી આરોપીની દીકરી સાથે અવાર નવાર રમવા જતી હતી. આથી તે પડોશીને ઓળખતી હોય જેથી તે ઘરે ગઈ હતી.પાંડેસરા શ્રમ વિસ્તારમાં રહેતી ૫ વર્ષની બાળકીને પડોશમાં રહેતા ૪ સંતાનોના પિતાએ કેળુ આપવાની લાલચ આપી રૂમમાં લઈ જઈ માસુમ બાળકી પર રેપ કર્યો હતો.

Misdemeanor-on-a-5-year-old-girl.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *