પાટણ
પાટણ ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, કોગ્રેસના સાશનમાં પણ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કર્યા છે. જાેકે, ભાજપની અંદર જે લોકો વર્ષોથી ભ્રષ્ટાચાર કરે છે એની સામે કોઈ તપાસ થતી નથી અને અમારા કોગ્રેસના નેતા રાહુલ ગાંધી કે કોઈ પણ વિરોધ પક્ષનો નેતા ભાજપ સામે અવાજ ઉઠાવે તો એને સીબીઆઈ કે ઈડી દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને કેસ કરવામાં આવે છે. એમની પ્રતિષ્ઠા અને આબરૂ બગાડવામાં આવે છે. જાે ભાજપ સરકાર દ્વારા કોંગ્રેસ નેતાઓ સામે ખોટા કેસ ઉભા કરવામાં આવશે તો દેશભરમાં કોંગ્રેસ દ્વારા આંદોલન કરવાની ફરજ પડશે. પાટણ ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની પત્રકારો સાથે વાતચીત દરમિયાન જીભ લપસી હતી. તેઓએ પાટણ જિલ્લા કોંગ્રેસના બદલે જિલ્લા ભાજપ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેવું જણાવ્યું હતું, જાેકે, બાદમાં કોગ્રેસ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેમ બોલી પોતાની ભૂલ સુધારી દીધી હતી. વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, શહેર પ્રમુખ ભરત ભાટિયા, અશ્વિન પટેલ ભૂરા સૈયદ સહિત કોગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઈડી દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રાહુલ ગાંધીને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં શુક્રવારે કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરી ઓફિસ સામે રાહુલ ગાંધી સામે ખોટો ગુનો દાખલ કરવાના વિરોધમાં ધરણા પ્રદર્શન કર્યુ હતું અને ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
