Gujarat

પાટણ શહેરના વોર્ડ નં.૮માં માર્ગોની બિસ્માર હાલત

પાટણ
પાટણ શહેરના વોર્ડ નં.૮માં માર્ગોની બિસ્માર હાલત હોવા છતા કોઇ નવીનીકરણ કરવામાં આવતું નથી. કોન્ટ્રાકટર તેમજ સુધરાઈ સભ્યોના કમીશનની લે-લ્હાયમાં વોર્ડ નં.૮ના પ્રજાજનો માર્ગોની બીસ્માર હાલતને લઇ મોટી પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે શહેરના જૂનાગંજ બજારથી ઝીણીરેત, નિલમ સીનેમા અને બુકડીને જાેડતા મુખ્ય માર્ગ પરથી પસાર થવું લોકો માટે માથાના દુઃખાવારુપ બની ગયું છે. વોર્ડ નં.૮ના જૂનાગંજ બજારથી ઝીણીરેત, નીલમ ટોકીઝ, બુક્ડી વિસ્તાર, અને સાથે સાથે વોર્ડ નં.૯ ના કાળીબજારથી સિદ્ધિ સરોવરને જાેડતા બિસ્માર માર્ગનું કોઇ જ નવીનીકરણ કરવામાં આવતું નથી. જેના કારણે પ્રજાજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વોર્ડ નંબર ૮માં ૩ ભાજપના ઉમેદવાર છે, છતાં પણ આ રોડનું કામ થતું નથી. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. જાેકે, આ વોર્ડ ઉપપ્રમુખ પણ વોર્ડ છે, છતાં શુ મુશ્કેલી પડી રહી છે આ રોડ કરવામાં તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *