પાટણ
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે કારોબારી સમિતિની ખાસ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મહત્વના ત્રણ ર્નિણયો કરવામાં આવ્યા હતા જેમાં યુનિવર્સિટી કેમ્પસમાં ફરજ બજાવતા સીકયુરીટી કર્મચારીઓને પ્રોત્સાહન ભથ્થું તેમજ યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજાેના પીજી કેન્દ્રમાં વધારાની બેઠકો પર વિધાર્થી હીતને ધ્યાનમાં રાખી ફીમાં રૂ૧હજારનો ધટાડો કરવાનો સર્વાનુમતે ર્નિણય કરાયો છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે કારોબારી સમિતિની ખાસ બેઠક કુલપતિ ડો.જે.જે.વોરાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં એજન્ડા પરના કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો મહત્વના કામો પૈકી યુનિવર્સિટી સંલગ્ન એક કોલેજ માટે નામદાર કોર્ટે આપેલી અરજીના અનુસંધાને કાર્યવાહી કરવા અંગે સભ્યો સાથે ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજાેના નવ પીજી કેન્દ્રોમાં રેગ્યુલર વિધાર્થીઓ માટે ૨૫૦૦ રુપિયા ફી યથાવત રાખવામાં આવી છે જયારે વધારાની બેઠકો પર વિધાર્થી હિતને ધ્યાનમાં રાખી આ ફીમાં રુપિયા એક હજારનો ઘટાડો કરી ૧૫૦૦રુપિયા ફી નકકી કરવામાં આવી છે. તો સાથે સાથે દિપાવલી પર્વને અનુલક્ષી યુનિવર્સિટી કેમ્પસમાં ફરજ બજાવતા સીક્યોરીટી-કર્મચારીઓ માટે પ્રોત્સાહન ભથ્થુ આપવાનો ર્નિણય કરાયો છે. જેમાં સારી કામગીરી કરનાર સીકયોરીટી કર્મચારીના પગારમાં રૂા.૨ હજારથી ૫ હજાર સુધીનો વધારો આપવામાં આવશે તેવું કુલપતિ ડો.જે.જે.વોરાએ જણાવ્યું હતું.


