પાટણ
પાટણ તાલુકાનાં કમલીવાડા લક્ષ્મીપુરા ગામે સવારે એક મકાનમાંથી તિજાેરી તોડીને અંદરથી રૂા. ૬૪૫૦૦ની મતાનાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ રુપિયાની કોઇ ચોરી કરી ગયા હતા. આ અંગેની વિગતો એવી છે કે, પાટણ તાલુકાનાં કમલીવાડા લક્ષ્મીપુરામાં રહેતા ખેડૂત રામાભાઇ કાશીરામભાઈ પટેલ અને તેમનો પરિવાર રાત્રે પોતાનાં ઘરમાં નીચેના માળે સુઇ ગયો હતો. સવારે ઉઠેલા ઘરનાં સભ્યોનાં ધ્યાને ઘરનાં ઉપરનાં માળનો દરવાજાે ખુલ્લો હોવાનું જણાતાં તેની તપાસ કરતાં દરવાજા પરનું તાળું યથાવત હતું. પરંતુ તેનો હડો વચ્ચેથી બટકી નાંખેલો હતો. ખુલ્લા પડેલા દરવાજામાંથી ઘરનાં સભ્યોએ અંદર જઇને જાેતાં ઉપરનાં માળની રૂમમાં પડેલી બે તિજાેરીઓનાં દરવાજા ખુલ્લા જણાયા હતા અને સામાન વેરવિખેર હતો, જે તપાસતાં તેમની પુત્રવધુએ ભેગા કરેલા રૂ?.૪૦૦૦૦રોકડા મળ્યા નહોતા. તથા રૂા. ૨૦ હજારની સોનાની બે બુટ્ટી, રૂ?. ૧૦૦૦ની ચુની, પગની શેરો એમ રૂા. ૨૪,૫૦૦નાં દાગીનાની ચોરી થઈ હતી. એમ કુલ્લે કોઇ તસ્કર રૂા.૬૪૫૦૦નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. જે અંગે પોલીસે ગુનો નોંધાયો છે.


