પાટણ
પાટણ જિલ્લામાં ફક્ત ૪ કલાક પાણી મળતા ખેડૂતો પરેશાન છે. એવા કોઈ ચોક્કસ સમયે અને પૂરતા પ્રમાણમાં વીજળી ન મળવાના કારણે ખેડૂતો પરેશાન થયા છે. ઉપરાંત રાત્રે વીજળી આપવામાં આવતી હોવાથી દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ શંખેશ્વરના બોલેરા ગામના ખેડૂતો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બોલેરા ગામમાં ખેડૂતોએ એકત્ર થઈને વીજળીનો પૂરવઠો આપવા સૂત્રોચ્ચાર કર્યા હતા. વીજળી ના મળવાના કારણે પાક પર અસર પડી રહી છે તો નિયમિત વીજળી મળે તેવી જિલ્લાના ખેડૂતોને આશા છે. રાત્રે ૪ કલાક વીજળી મળે છે, એમાં પણ ટ્રીપ મારે છે. સરકાર કહે છે કે ૮ કલાક વીજળી આપીશું પણ તદ્દન ખોટું બોલે છે. ૮ કલાક વીજળી મળતી નથી, માત્ર ૪ કલાક વીજળી મળે છે. મહેરબાની કરી ૮ કલાક વીજળી આપો. જાહેરાતમાં તો ૮ કલાક કહે છે અને વીજળી આપે છે ૪ કલાક. હાલમાં ઉનાળુ બાજરી, ઘાસચારાનું વાવેતર છે. તેઓ વીજળી આપે તો પણ રાત્રે ૪ કલાક આપે છે. જેથી ખેડૂતોને રાત ભરના ઉજાગરા સહિત જંગલી પશુઓનો ડર પણ રહે છે. જાે દિવસે ૮ કલાક વીજળી મળે તો તો અમને પરવડે એમ છે.