Gujarat

પાટણમાં અખલાએ અડફેટે લેતા સગીર યુવકનું મોત

પાટણ
પાટણ જિલ્લાના રાધનપુરના ૧૮ વર્ષીય યુવક ઘાંચી અબ્દુલ રજ્જાક મીરા દરવાજા પાસે કામ અર્થે ગયેલો તે સમયે આખલાએ આ યુવાનને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. છેલ્લા ઘણા સમયથી આખલાઓના લીધે લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે નગરપાલિકાના સત્તાધીશો ચૂપ જાેવા મળી રહ્યા છે. રાધનપુર નગરની કોઈ એવી જગ્યા નહીં હોય ત્યાં આખલા ન દેખાય આમ નગરપાલિકાની બેદરકારી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. હાલ તો ઘાંચી પરિવારે પોતાનો લાડકવાયો દીકરો ખોતા પરિવારજનોમાં માતમ સાથે આક્રોષ જાેવા મળી રહ્યો છે.પાટણ જિલ્લામાં અવારનવાર અખલા યુદ્ધના બનાવ બનતા હોય છે અને જેના કારણે નિર્દોષ લોકોના જીવ પણ જતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ રાધનપુરમાં બન્યો હતો. જેમાં આખલાના તોફાનના લીધે ૧૮ વર્ષીય યુવાને જીવ ગુમાવતા પરિવારજનોમાં માતમ છવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *