પાટણ
વાગડોદ પોલીસે બાતમી આધારે સરસ્વતી તાલુકાના રવિયાણા ગામની સીમમાં આવેલ વ્હોળા પાસે જઇ વાહન વ્હોળાથી થોડે દૂર ઉભુ રાખી અંદર ચાલતા જઇને બાવળોની ઝાડીને કોર્ડન કરી સ્થળ ઉપરથી ચાર શખ્સો ઝડપી પાડ્યા હતા. તે ચારેય શખ્સોએ મળી એક નીલ ગાયનો શિકાર કરેલ હતો. સ્થળ ઉપર નિલ ગાયનુ કંકાલ પડેલ હતા. એક શખ્સના હાથમાં દેશી હાથ બનાવટની જામગીરી બંદુક અને ત્રણ ઇસમોના હાથમાં ચાકૂ મળી આવ્યા હતા. તેના વડે નીલ ગાયને કાપી તેનુ માંસ અલગ પાડી નજીકમાં પડેલ એક સિલ્વર કલરની સેન્ટ્રો ગાડી જીજે ૦૧ એચકે ૫૫૦૮ ગાડીની ડેકીમા ભર્યું હતું. ડેકી ખોલીને જાેતાં કંતાનના બે કટ્ટામાં આશરે ૭૦ કિલો જેટલું પશુનું માસ આશરે .રૂ .૭૦૦૦ જપ્ત કર્યુ હતુ. તેમજ કાર તેમજ મોબાઇલ ચાર , છરા બંદુક મળી કુલ રૂ.૮૪૭૯૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પોલીસે વાગડોદ પોલીસ મથકે ચાર શખ્સો ઇબ્રાહીમ, મહંમદ કૈફ, મોબીનખાન અને મોહમદ અમાન સામે ગુનો નોંધ્યો હતો.તપાસ અધિકારી પીએસઆઇ એ.એમ.ચૌધરીએ જણાવ્યુ હતુ કે સેન્ટ્રો ગાડીમાં ભરેલ માંસનો જથ્થો પ્રાથમીક દ્રષ્ટીએ નીલ ગાયનો જણાય છે.તેમ છતાં ચોકકસ કયા પશુ નો છે તે નક્કી કરવા એફ.એસ.એલમાં મોકલી આપ્યું છે. આરોપીને કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.માંસનો વેપાર કરતાં ચાર શખ્સોએ સરસ્વતી તાલુકાના રવિયાણા ગામની સીમમાં બંદૂકના ભડાકે નીલ ગાયની હત્યા કરી હતી. ત્યારબાદ તેને ચપ્પા વડે મૃત નીલ ગાયનું ૭૦ કિલો માંસ કાઢીને કારની ડેકીમાં ભર્યું હતું. તે વખતે પોલીસે બાતમી આધારે સ્થળ પર રેડ કરી ચારેય શખ્સને ઝડપી પાડ્યા હતા. અને આ અંગે વાગડોદ પોલીસ મથકે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


