Gujarat

પાટણમાં ભાજપ કાર્યકરોએ સી.આસ.પાટીલના જન્મદિનની ઉજવણી કરી

પાટણ
પાટણ શહેર ભાજપ દ્વારા સી.આર. પાટીલના જન્મ દિવસ નિમિત્તે બુધવારે શહેર સિવિલ હોસ્પિટલમાં અને ધારપુર હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ, આંગણવાડી બાળકોને પોષણ યુક્ત આહાર વિતરણ અને રામ નગરમાં સર્વ રોગ નિદાન કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, પ્રભારી ગોવિંદભાઈ પટેલ, પુર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, શહેર પ્રમુખ કિશોરભાઇ મહેશ્વરી, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મીતાબેન પટેલ, મહામંત્રી ગૌરવભાઇ મોદી અને ધર્મેન્દ્રભાઇ પટેલ, શૈલેષભાઇ પટેલ, ગૌરવ મોદી ,હેમંત તન્ના, દિલીપ પટેલ સાહિત પાટણ જિલ્લ,શહેર પદાધિકારીઓ, શકિત કેન્દ્ર પ્રમુખો, નગર સેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના જન્મદિવસ નિમિતે પાટણ જિલ્લામાં અને શહેરમાં વિવિધ કાર્યકામો યોજાયા હતા. જેમાં દર્દીઓને ફ્રુટ વિતરણ,આંગણવાડી બાળકોને પોષણ યુક્ત આહાર વિતરણસહિત સર્વ રોગ નિદાન કેમ્પ કરાયો હતો.

BJP-workers-celebrated-CR-Patils-birthday.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *