Gujarat

પાટણમાં લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડની સહાય

પાટણ
પાટણ શહેરમાં નગરપાલિકા હદ વિસ્તારમાં લાભાર્થીઓને વિન આવાસ બનાવવા માટે પાલિકા ખાતે લાભાર્થીઓના ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે. વર્ષ ૨૦૧૮થી ૨૦૨૧ સુધીમાં ૧૧૫૮ લાભાર્થીઓના આવાસ મંજૂર કરીને કેન્દ્ર સરકાર દ્વારા મળતી રૂ.૩.૫૦ લાખની સબસિડી મુજબ છેલ્લા ચાર વર્ષમાં ૧૧૫૮ લાભાર્થીઓને સીધા જ તેમના બેંક ખાતામાં દિલ્હી મારફત રૂ.૪૦,૫૩ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. તેમ નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી વડાપ્રધાન બન્યા ત્યારે દેશના દરેક નાગરિકને પોતાનું મકાન હોય તે માટે વર્ષ ૨૦૧૮માં પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મુકી છે. જેમાં ઘર વિહોણા પરિવારો નવિન મકાન બનાવે તો તે લાભાર્થીને રૂ.૩.૫૦ લાખની આવાસ સહાય ચૂકવાય છે. જે અતગર્ત પાટણમાં ૧૧૫૮ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રૂ.૪૦.૫૩ કરોડની સહાય ચુકવાઈ છે. ૩ લાખથી ઓછી આવક ધરાવતા અને પોતાની માલિકીનો પ્લોટ ધરાવતા હોય અથવા તો જૂનુ મકાન ઉતારીને ફરી નવું મકાન બનાવવું હોય તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દરેક લાભાર્થીને કુલ રૂ.૩.૫૦ લાખની સહાય ચૂકવવામાં આવે છે .જેમાં લાભાર્થી મકાનનું બાંધકામ કરે તે મુજબ સહાય ચૂકવવામાં આવે છે જેમાં રૂ.૩૦ હજાર, ૪૫ હજાર, ૫૫ હજાર, ૧ લાખ, ૭૦ હજાર અને ૫૦ હજારના હપ્તે થી ચુકવવામાં આવે છે. પાટણમાં છેલ્લા ૪વર્ષ દરમિયાન ૧૧૫૮ લાભાર્થીને ૪૦.૫૩ કરોડ ની સહાય ચૂકવાઈ છે.

Patannagar-Seva-Sadan-Patan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *