રાજકોટ
રાજકોટ જિલ્લાના ખોડલધામ, કાગવડ ખાતે ‘પાસ’ના આગેવાન અલ્પેશ કથીરિયા,દિનેશ બાંભણીયા અને ધાર્મિક મલાવીયા સહિતના નેતાઓ સાથે આવી પહોચ્યાં હતા. જ્યાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક પૂર્ણ થતા હવે એવો ર્નિણય લેવામાં આવ્યો છે કે, જાે પાટીદારો પર લાગેલા કેસ પાછા નહીં ખેંચાય તો ૬ માર્ચથી ફરી પાટીદારો આંદોલન થશે. આ વાતનું સત્તાવાર સમર્થન દિનેશ બાંભણીયાએ મીડિયાને આપ્યું છે. જેને અનુસંધાને દરેક જિલ્લામાં અને તાલુકામાં પાટીદારોના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે આજથી મિટિંગઓનો દોર શરુ થયો છે. હાલ પાસના આગેવાનો જસદણ મિટિંગ માટે રવાના થયા છે. આમ આદમી પાર્ટીના યુવાનેતા પ્રવીણ રામ અને નિખીલ સવાણી ખોડલધામના ચેરમેન નરેશ પટેલની શુભેચ્છા મુલાકાતે રાજકોટ આવી પહોંચ્યા હતા. આપના નેતાઓ અને નરેશ પટેલ વચ્ચે એક કલાક પટેલ બ્રાસમાં મુલાકાત યોજાઈ હતી. અમારી વચ્ચે માત્ર શુભેચ્છા મુલાકાત થઈ હતી અને સમાજ સેવાની વાત થઈ હતી. પાર્ટીમાંથી જતા રહ્યા તેઓએ અત્યાર સુધી સમય આપ્યો એ પણ ખૂબ જ સારી વાત છે, નરેશ પટેલ અમારી પાર્ટીમાં જાેડાઈ તો અમારા માટે ગર્વની વાત કહેવાય. ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જાેઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક થયા હતા.ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે. ત્યારે હવે નરેશ પટેલ ગુજરાતના રાજકરણમાં પોતાના નિવેદનોથી ગરમાવો જગાવી રહ્યા છે. આ પૃર્વે પણ પત્રકાર પરિષદને સંબોધન કરતા પાટીદાર આગેવાન નરેશ પટેલે રાજકારણમાં જવા અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકારણમાં જવું કે નહીં તે મારો સમાજ નક્કી કરશે. નેતાઓનું કામ તો અમને મૂંઝવણમાં નાંખવાનું હોય છે. સાથે જ તેમણે કહ્યું કે, પરિસ્થિતિના આધારે મંત્રી, મુખ્યમંત્રી બનતા હોય છે, મુદ્દા આધારીત રાજકારણ થાય તેની ચિંતા કરે છે ખોડલધામ. ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી ૫૦ બેઠક છે, જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજાેધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજૂરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ છે. આ સાથે અકોટા, વાઘોડિયા, રાવપુરા, માંજલપુર, તળાજા, રાપર, જામનગર સાઉથ, ભાવનગર ગ્રામ્ય, બોરસદ, આંકલાવ, માતર, મહુધા, કપડવંજ, પાદરા, નાંદોદ, જંબુસર, ભરૂચ, નવસારી, શહેરા, કલોલ, બાપુનગરની બેઠકો પર પણ પાટીદારોનું પ્રભુત્વ વધારે જાેવા મળે છે. ગુજરાતમાં હાલ ભાજપના ૪૪ ધારાસભ્ય, ૬ સાંસદ ઉપરાંત ત્રણ સાંસદ હાલ રાજ્યસભામાં પાટીદાર છે.
