Gujarat

પાતાપુરની સીમમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ઊના
ગાંધીના ગુજરાતમાં રોજબરોજ ક્યાંકને ક્યાંક દારૂનો જથ્થો ઝડપાય છે ત્યારે ઊનાનાં પાતાપુરની સીમમાંથી દારૂની ૨૦૬૪ બોટલ ઝડપાઇ હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉમેજ ગામે રહેતો દિપુ ઉર્ફે દીપસિંહ ઉકા જાદવએ કાર નં. જી.જે.૦૩ બીવી ૬૯૯૮માં દારૂનો જથ્થો મંગાવેલ હોય જે દારૂ અમરેલીથી બેડીયા ગામે થઇ ઉમેજ લઇ અવાતો હોવાની બાતમીનાં આધારે પીઆઇ એમ યુ મસીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે વી ચુડાસમા, કે એન બાકીયા, સર્વલન્સ ટીમના એચ આર ઝાલા, પી પી બાંભણીયા, ધર્મેન્દ્રસિંહ ગોહીલ, નિલેશ છગનભાઇ, ભીખુશા બચુશા, જશપાલસિંહ પ્રતાપભાઇ, સહીતની ટીમે દારૂ ભરેલી કાર ઉમેજ નજીક પાતાપુર ગામની રાવલ નદીનાં કાંઠે સીમ વાડી વિસ્તારમાં હોય જેમાં તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓમાં અલગ અલગ બ્રાન્ડની બોટલો નં. ૨૦૬૪ મળી આવી હતી. કાર સહીત કુલ રૂ.૯ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરેલ જ્યારે કારનો ડ્રાઇવર પોલીસને જાેઇ નાશી છુટ્યો હોય અને આ દારૂનો જથ્થો દિપુ ઉર્ફે દીપસિંહ ઉકા જાદવે મંગાવેલ હોવાનું જાણવા મળતા પોલીસે આ શખ્સ અને કારના ડ્રાઇવરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

File-02-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *