Gujarat

પારડી હાઇવે પર ટ્રક અડફેટે યુવકનું મોત થયું

પારડી
વલસાડ મોટા પારડીપારસીવાડ ખાતે રહેતો અને વાપી ચિરાગ મોટર્સમાં મિકેનિક તરીકે કામ કરતો અઝીમ અફરોજ શેખ ઉવ ૨૧ સવારે પોતાની બજાજ પલ્સર બાઇક લઈ વાપી નોકરીએ આવી રહ્યો હતો ત્યારે સવારે પારડી નગર પાલિકા મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ નજીક હાઇવે પર એક ટ્રક નંબર જીજે-૦૫-વાયવાય-૬૩૯૩ ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારતા ચાલક અઝીમને માથા સહિત શરીરે ગંભીર ઇજા થતા તેનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું. બનાવ ની જાણ થતા ૧૦૮ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી તરફ ભેગા થયેલ પબ્લિક દ્વારા અઝીમના ભાઈ ફૈયાદને મોબાઈલદ્વારા જાણ કરતા તેઓ પારડી દોડી આવ્યા હતા અને ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત ની ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે પારડી સીએચસી હોસ્પિટલ ખાતે મૃતદેહનો કબ્જાે લઇ પીએમની કાર્યવાહી હાથ ધરી હતી.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *