પારડી
ખૂંટેજ ગામે કૂવા ફળિયામાં ઘર જમાઈ તરીકે રહેતા મૂળ આમળી ગામ ભેસું ફળિયાના જીતેશ મોહન ભાઈ પટેલની અને તેના મોટાભાઈ કાંતિ મોહનભાઈ પટેલની આમળી ગામે આવેલી વડીલોપાર્જિત જમીન તેમનો કાકાનો દીકરો દલપત ઉકકડભાઈ પટેલ ખેતી કરતો આવ્યો હતો. આ જમીન પૈકી એક એકર જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સંપાદનમાં જતા ઝાડના નિકંદનના ૨૮ લાખ આવ્યા હતા જે દલપતભાઈએ લીધા હતા. આ સાથે આ જમીનમાં સંપાદનમાં બીજા ૭૫ લાખ રૂપિયા મળતા જીતેશભાઈ અને તેમના ભાઈ કાંતિભાઈએ વહેચી લીધા હતા. ખૂંટેજગામે દલપતભાઈ અને તેમનો પુત્ર સંદીપ ઉર્ફે લાલુ દલપત પટેલ તેમજ બનેવી ભાઈલુભાઈ અને નલિન ગમનભાઈ આવી તારી એકલાની જમીન કઈ છે બાતવ કહી એક્ષપ્રેસ હાઇવે સંપાદન માંથી મળેલા ૭૫ લાખમાં ભાગ માંગ્યો હતો પરંતુ જીતેશે ભાગ આપવાની ના પાડતા ચારેય ઇસમોને માર માર્યો હતો. જતાં જતાં આ ચારેય ઇસમોએ આ જમીનના પૈસા નહીં આપશો તો જાન થી મારી નાખવાની ધમકી આપતા.આ મામલે જીતેશે પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય ઇસમોની ધરપકડ કરી હતી.પારડીના આમળી ગામે જમીન સંપાદન મળેલા ૭૫ લાખ મુદ્દે કુટુંબી ભાઈ અને સંબંધીઓ મારા મારા પર ઉતરી આવ્યા હતા. આ મામલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ૪ની ધરપકડ કરી છે.

