વલસાડ
વલસાડ જિલ્લાની પારડી પોલીસની ટીમ નવરાત્રિ નિમિત્તે પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે મોતીવાડાના પટેલ ફળિયામાં આવેલા એક બંગ્લા બહાર પતરાના શેડમાં રેડ કરી ચેક કરતા બંગ્લાના માલિક અને પૂર્વ ડેપ્યુટી સરપંચ સહિત ૫ લોકોને તીન પત્તીનો જુગાર રમતા ઝડપી પાડયા હતા. તેમજ ૯ વાહનો, ૩ મોબાઈલ અને ૪૨ હજાર રોકડા મળી કુલ ૩.૬૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જાેકે, પોલીસને જાેઈ ફરાર થયેલા ૫ શખ્સોને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પારડી પોલીસની ટીમ નવરાત્રિ પર્વને ધ્યાને રાખીને પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન બાતમી મળી હતી કે, મોતીવાડા ગામના પટેલ ફળિયામાં આવેલા રમેશભાઈ છીબુભાઈ પટેલના બંગ્લા આગળ આવેલી ખુલ્લી જગ્યામાં પતરાના શેડમાં લાઈટના અજવાળે કેટલાક ઈસમો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી તથા રમાડી રહ્યા છે. જેથી બાતમીના આધારે પારડી પોલીસની ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરી હતી. જ્યાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હતા. જાેકે, પોલીસને જાેઈને જુગારીઓએ અલગ-અલગ વિસ્તારમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ૫ શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમજ ૫ લોકો ફરાર થતા વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસને દાવ ઉપર લાગેલા રોકડા રૂપિયા તેમજ અંગઝડતી દરમિયાન કુલ ૪૨ હજાર રૂપિયા રોકડા મળી આવ્યાં હતા. જેથી પોલીસે રોકડ સહિત ૯ વાહનો, ૩ મોબાઈલ મળી કુલ ૩.૬૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પારડી પોલીસ મથકે એફઆઈઆર નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઝડપાયેલા ૫ ઈસમોને ડિટેન કરી ભાગી ગયેલા ૫ ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


