પાલનપુર
પાલનપુરની વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત આઈ.જે.મહેતા વિનય મંદિરમાં ધોરણ-૮ માં અભ્યાસ કરતા બે મિત્રો યોગેન્દ્ર રાવ અને આર્યન વ્યાસ એક દિવસ માર્ગ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે દિવ્યાંગોની વેદના જાેઈ તેમને દિવ્યાંગો પોતાનું રક્ષણ જાતે કરી શકે તે માટે કોઈ વસ્તું બનાવવાનું વિચાર્યુ હતું. ત્યારે દિવ્યાંગો સામે આવેલા ખતરાથી રક્ષણ મેળવી શકે તે માટે શિક્ષક હિતેન પટેલના માર્ગદર્શન હેઠળ સેન્સર સ્ટીક તૈયાર કરવામાં આવી છે. આ સ્ટીક લઈ દિવ્યાંગ પસાર થતા હોય તે સમયે તેમના અમુક અંતરે આવતા ખતરાને સ્ટીક સેન્સર દ્વારા કેચઅપ કરી તે સ્ટીકમાં સાયરન વાગશે. જેના થકી દિવ્યાંગ સામેના ખતરા બાજુ જવાનું ટાળી પોતાની યોગ્ય દિશા તરફ જઈ પોતાનું રક્ષણ જાતે કરી શકશે. જેથી કેટલીક વખત દિવ્યાંગો પોતાની આંખોના કારણે અકસ્માતો થવા, પડી જવાથી ગંભીર ઇજાઓ થવી સહિતની દુર્ઘટનાઓથી સાવચેતી રાખી શકશે. આ પ્રોજેક્ટમાં સ્ટીક, અલ્ટ્રાસોનિક સેન્સર, ભેજ સેન્સર, મેટલ પ્લેટ્સ, બઝર, બેરલ જેક કનેક્ટર સાથેની બેટરી, પરચુરણ (વાયર, સોલ્ડર, વગેરે) સહિતની વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવી છે.પાલનપુરની એક શાળામાં ધોરણ-૮ માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં દિવ્યાંગો પોતાનું સ્વ-રક્ષણ કરી શકે તેવી બ્લાઇન્ડ સ્ટીક તૈયાર કરી છે. દિવ્યાંગ આ સ્ટીક લઈ રોડ પરથી પસાર થશે ત્યારે સામે કોઈ ખતરા જનક વસ્તુ આવે તો દિવ્યાંગને આ સ્ટીક સાયરન મારફત સુચીત કરશે. જેથી તે વ્યક્તિ અકસ્માતનો ભોગ બનતા બચી જશે. આ પ્રોજેક્ટ તાલુકા કક્ષાએ પસંદગી પામ્યો છે.
