પાલનપુર
બનાસકાંઠાના પાલનપુરના મલાણા ગામનું તળાવ ભરવાની માંગ સાથે આસપાસના ૫૦ ગામના ખેડૂતોને રેલીમાં જાેડાવવા ભારતીય કિસાન સંઘે આહવાન કર્યું છે. જેમાં મહિલાઓ અને ખેડૂતો સહિત સાત હજારથી વધુ લોકોએ રેલીનું આયોજન કર્યુ છે. આ રેલીમાં જાેડાવા ભારતીય કિસાન સંઘ દ્વારા ગામે ગામ મિટિંગો યોજી ગામડા બંધનું એલાન આપી મહિલાઓ સહિત મોટી સંખ્યામાં રેલીમાં લોકોને જાેડાવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. અગાઉ ૫૦ ગામના ખેડૂતોએ ટ્રેક્ટર રેલી તેમજ પાલનપુર બિહારી બાગથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યા હતા. તેમ છતાં સરકાર કોઈ ર્નિણય લેવામાં ન આવતા આજે ફરીથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પાલનપુરના બિહારી બાગ પારપડા રોડ પાસે સભા યોજ્યા બાદ “પાણી નહી તો વોટ નહીં” અને “ચૂંટણી બહિષ્કાર” સહિતના સૂત્રોચ્ચાર સાથે મહિલાઓ સહિત ખેડૂતોએ પગપાળા રેલી યોજી છે. જાે કે આ રેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ વિસ્તારના ખેડૂતોની એક જ માંગ છે કે મલાણા તળાવ નહીં ભરાય તો વિસ્તારના લોકો ચૂંટણી બહિષ્કાર કરશે અને ગામમાં કોઈ સરકારી પોગ્રામ કે રાજકીય નેતાઓને ગામમાં પ્રવેશ નહિ આપવામાં આવે. નોંધનીય છે કે છેલ્લા બે મહિનામાં ત્રીજી વાર આ વિસ્તારના ખેડૂતો પાણી માટે રેલી યોજી રહ્યા છે.બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના કેટલાક ગામોમાં પાણીની સમસ્યાને લઇને લોકોનો કકળાટ જાેવા મળી રહ્યો છે. જેમાં એક માસ અગાઉ મલાણા તળાવ ભરવાના મુદ્દે પાંચ હજારથી વધુ ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તળાવ ભરવા રજૂઆત કરી હતી. જાે કે તંત્રના પેટનું પાણી ન હાલતાં સાત હજારથી પણ વધુ મહિલાઓ તેમજ પુરૂષો ભેગા થઈ પાલનપુરના બિહારી બાગથી પગપાળા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મલાવ તળાવ ભરવા રજૂઆત કરશે. જેમાં લોકો “પાણી નહિ તો વોટ નહિ” જેવા સૂત્રો વાળાં બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યાં છે.


