ટ્રેક્ટરમાંથી વેરાતા કચરાનો વિડીયો વાયરલ થતાં ચકચાર
જેતપુર નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા જુનાગઢ રોડ પરના માર્કેટ યાર્ડમાંથી કચરો ઉપાડીને છળવાત કૌભાંડનો પર્દાફાશ વાયરલ થયેલા વિડિયોથી થતાં ચકચાર જાગી છે. સૌથી દુ:ખની વાત એ જોવા મળી કે શહેરનાં સાફ-સુધરું રાખવાને બદલે રોડ પર જતાં ટ્રેક્ટરમાંથી કચરો વેરાતો જતો હોય, સ્વચ્છ શહેરને ગંદુ અને ગોબરું કરવાનું કોઈનું કારસ્તાન નથી ને ? તે વાત હવે તપાસ માંગી લે તેવી છે.
મળતી વિગતો મુજબ ગઇકાલે જેતપુરના જુનાગઢ રોડ પરથી એક પુરપાટ ઝડપે જતાં કચરાના ટ્રેક્ટરમાંથી રોડ પર સતત કચરો વેરાતો જતો હોય, જાગૃત લોકોએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. દરમિયાન આવી રીતે રોડ પર રસ્તો વેરતા ટ્રેક્ટર બાબતે ચોકેલા જાગૃત અખબારનવેશોએ જુનાગઢ રોડ પર દોડીને ટ્રેક્ટર ચાલકને અટકાવી પૂછતાં ચાલકે ટ્રેક્ટરમાં ભરેલો જુનાગઢ રોડ પર રેલવે ફાટક પાસે આવેલી માર્કેટ યાર્ડમાંથી ઉપાડ્યો હોવાની કેમેરા સમક્ષ કબૂલાત આપી હતી.
અહી સુધી બધુ રાબેતા મુજબ લાગ્યું હતું પણ સવાલ એ વાતનો ઊભો થયો છે કે નગર પાલિકાના ટ્રેક્ટર દ્વારા કોઈ ખાનગી જગ્યામાંથી કચરો ઉપાડવાની મંજૂરી કોણે આપી ? શું પાલિકાના વાહનો આવે રીતે ખાનગી જગ્યાએથી કચરો ઉપાડી શકે ? શું બહારથી ઉપાડેલ કચરાનો કારોબાર પાલિકાના રેકર્ડ પર તો નથી ચલાવાતો ને ? બહારના કચરાના બિલ પાલિકામાં તો નથી ઉધારાતાને ? વેગેરે પ્રશ્નોની વણઝારમાં પાલિકાના સત્તાધીશો હાલ તો અટવાઈ ગયા છે. આ બાબતે તપાસ થાય તો નગર પાલિકા દ્વારા વધુ એક કચરાનું કૌભાંડ બહાર આવે તેવી જાણકારો સંભાવના બતાવી રહ્યા છે.
: પાલિકાના પ્રાદેશિક નિયામક તપાસ કરશે ?
જેતપુર: અમારા ગોપનીય સૂત્રો અને જાણકારો કહે છે કે પાલિકાના ટ્રેક્ટર દ્વારા આવી રીતે ખાનગી કચરો ઉપાડાતો હોવાનો વિડીયો વાયરલ થતાં હવે નગરપાલિકાના પ્રાદેશિક નિયામકે જેતપુર પાલિકાના આ કરતૂતની ઊંડી તપાસ કરીને કસૂરવારો સામે શિક્ષાત્મક પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠી છે.
રોડ પર કચરો વેરવા પાછળ કોની જવાબદારી ?
જેતપુર : જેતપુર માર્કેટ યાર્ડથી જેતપુર શહેરમાં જુનાગઢ રોડ પર કચરો વેરતા નીકળેલા ટ્રેક્ટરથી રોડ પર ગંદો કચરો ઠલવાતો જતો હતો. સ્વચ્છ શહેરને ગંદુ કરવાની આ હિન ચેસ્ટા પાછળ કોને જવાબદાર ગણાવાશે ? પાલિકાને કે ટ્રેક્ટર ચાલકને ? તે વાતના ફેસલા માટે જાગૃત લોકોમાં ઉત્કંઠા જાગી છે.
હરેશ ભાલીયા જેતપુર


