Gujarat

પાવી જેતપુરના સિંહોદ ગામ પાસે માર્ગ અકસ્માત છોટાઉદેપુર જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હિરેન પંડિતનું નિધન    

પાવી જેતપુરના સિંહોદ ગામ પાસે મોડી રાતે ઝાડ સાથે બાઇક અથડાતા જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ નું મૃત્યુ થયુ
      પ્રાપ્ત માહિતી મુજબ કુકના ગામના રહેવાસી અને જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હિરેનકુમાર સનાવર (પંડિત) પોતાના ઘરે પાવી જેતપુરથી કૂકણા બાઇક પર જતાં હતાં તે દરમિયાન સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા બાઇક ઝાડ સાથે ઠોકાઈ હતી જેને લઈને ગંભીર ઇજાઓ થવા પામી હતી ત્યાર બાદ તેઓને 108 મારફતે બોડેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે ફરજ પરના તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.
      જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હિરેન સનાવર (પંડિત) નું માર્ગ અકસ્માત માં મૃત્યુ થયું હતું જેને લઈને જિલ્લા ભાજપામા તેમજ લોકોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. વર્ષોથી ભાજપના સક્રિય કાર્યકર તરીકે તેઓ ફરજ બજાવતા હતા ત્યારે હાલ તેઓને જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો હતો પરંતુ ગઈ મોડી રાતે તેઓનું સિંહોદ ગામ પાસે બાઇક ઝાડ સાથે અથડાતા જિલ્લા ભાજપ અને યુવાનોમાં શોકની લાગણી ફેલાઇ હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220703-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *