Gujarat

પાવીજેતપુર પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ એચ.આર.જેતાવત

છોટાઉદેપુર જિલ્લાનાં પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ હર્ષપાલસિંહ જેતાવત દ્વારા કલમ ૪૫૭, ૩૮૦ ગુનાઓની તપાસની કામગીરીમાં એક શંકાસ્પદ સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાયર ગાડી નંબરનાં આધારે માલીક સુધી પહોંચી પોકેટકોપ મોબાઇલમાં આરોપી સર્ચ કરતાં ગુનાહિત ઇતિહાસ જાણવા મળ્યો હતો અને તેઓની વધુ પૂછપરછ
કરતા ૮ જેટલા ગુનાઓની કબુલાત કરી હતી. ૮ ઘરફોડ ચોરી નાં ગુના ડિટેક્ટ કરી ૧૩ ગુનાઓમાં નાસતો ફરતો (ચીકલીગર) આરોપીને પકડી કુલ ૩,૬૬,૮૫૦ નો મુદ્દામાલ રીકવર કર્યો હતો જે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પાવીજેતપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.આર.જેતાવત ને ડી.જી.પી. નાં હસ્તે “”e-Cop of the Month”” એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

919624640684_status_ce49b0dd0a04477b843f27b9305a833f_1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *