Gujarat

“પીએમનું સહકારીતાથી સમૃદ્ધિનું સૂત્ર મંત્ર બની જશે” ઃ દિલીપ સંઘાણી

ગાંધીનગર
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ)ની વાર્ષિક સાધારણ સભા રવિવારે મળી હતી. અડાલજ પાસે શારદામણી કોમ્યુનિટી સેન્ટર ખાતે મળી સામાન્ય સભામાં ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, વાઈસ ચેરમેન બિપીનભાઈ પટેલ (ગોતા), નરહરી અમીન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત રાજ્યભરમાંથી ગુજકોમાસોલના સભાસદા ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે સંબોધન કરતાં બીપીન પટેલે કહ્યું હતું કે, ‘મને વિશ્વાસ છે કે સહકારીતાને પગલે આવનારા સમયમાં ગામડાઓની કાયાપલટ થઈ જશે. ગુજકોમાસોલ દ્વારા ખેડૂતોને સારુ બિયારણ મળે, જંતુનાશક દવા મળે ખેડૂતોની આવક ચારગણી થાય તે માટે હંમેશા પ્રયત્નો રહ્યાં છે.’ સંસ્થાના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ કહ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકારીતાથી સમૃદ્ધિનું સુત્ર આપીને દેશને નવું સહકાર મંત્રાલય બનાવ્યું અને તેની જવાબદારી અમિતભાઈ શાહને સોંપી છે. જે આગળ જઈને દેશના વિકાસ સાથે મંત્ર બની જશે તેનો મને વિશ્વાસ છે. ગુજકોમાસોલ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કર્મચારીઓને ત્રણ વખત પગાર વધારો આપ્યો છે. ફીલ્ડ સહિતની કામગીરી કરતાં કર્મચારીઓને પગલે સંસ્થાને ચણામાં ૩૦ કરોડ જેટલો નફો થયો છે. હવે સંસ્થાને મગફળીનું કામ મળ્યું છે, ત્યારે ધગશથી કામ કરતાં કર્મચારીઓને વધારોના પગાર આપવાનું નક્કી કરાયું છે. તો બીજી તરફ કામગીરી ચોરી કરતાં કર્મચારીઓ સામે પણ સંસ્થા પગલાં લેશે.’

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *