મોરબી
પીજીવીસીએલ દ્વારા વીજચોરી નાથવા છેલ્લા ઘણા સમયથી ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. જેમાં આજે મોરબી સર્કલના હળવદ ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. હળવદ ટાઉન અને ચરાડવા હેઠળના વિસ્તારોમાં ૩૩ ટીમોએ ૪૭૫ જેટલા કનેક્શનો ચેક કર્યા હતા. જેમાંથી ૬૫ કનેકશનોમાં ગેરરીતી ઝડપાઇ હતી. આ કનેક્શન ધારકોને રૂ. ૧૬.૩૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પીજીવીસીએલની ટીમો દ્વારા હળવદ પંથકમાં અચાનક વીજદરોડા પાડવામાં આવતા ગેરકાયદેસર વીજચોરી કરતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.હળવદ પંથકમાં વીજતંત્રે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ૩૩ ટીમોએ વિવિધ ગામોને ધમરોળ્યા હતા. જેમાં રૂપિયા ૧૬.૩૫ લાખની વીજચોરી પકડાઈ હતી. પીજીવીસીએલની ટીમો દ્વારા કુલ ૪૭૫ કનેક્શનો ચેક કરતાં ૬૫મા ગેરરીતિ ઝડપાઇ હતી.


