અમરેલી
રાજુલા પંથકમા ગેરકાયદેસર પ્રવુતિઓ ફરી ધમધમવા લાગી છે. રાજુલા પંથકમાં ઉધોગ ગૃહ હોવાને કારણે ઓવરલોડ ભરેલા ટ્રકોની સતત હેરાફેરી વધી રહી છે જેના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. અહીં ઓવરલોડ ભરેલા ટ્રકો ચલાવવા માટે પોલીસ હપ્તા લેતી હોવાની પણ ચર્ચાએ જાેર પકડ્યું છે. જાફરાબાદ નજીકની એક ખાનગી કંપનીમાં મોટા પ્રમાણમાં પથ્થરો જઈ રહ્યા છે. આ ઉપરાંત પીપાવાવ પોર્ટ જેટી નજીક આવેલા શિયાળ બેટ જેટી પાસે રોડના કામમાં પથ્થરો જઈ રહ્યા છે. તમામ જગ્યાએ ટ્રકમાં પથ્થરો ઓવરલોડ ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. જેના કારણે હાઇવે ઉપર અકસ્માતની શકયતા જાેવા મળી રહી છે. આ વિસ્તારમાં અન્ય પણ ગેરકાયદેસર પ્રવુતીઓ શરૂ છે. રાજુલા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીના ખાનગી રાહે રેતીની ચોરીના ટ્રેક્ટરો પણ હેરાફેરી કરી રહ્યા છે. જેને લઈ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. શાં માટે પોલીસ આ ઓવરલોડ ટ્રકોને અટકાવી કાર્યવાહી કરતી નથી, તેવા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમા ઉદ્યોગ હોવાને કારણે સતત ૨૪ કલાક ટ્રકોની હેરાફેરી થઈ રહી છે. કોસ્ટલ વિસ્તારમાં પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન આવેલું છે. ત્યારે અહીં પણ ઓવરલોડ ભેરલી ટ્રકો ધમધમી રહી છે. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર ગેરકાયદેસર પ્રવુતિ અને નિયમ બહાર ચાલતા વાહનો સામે કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ કરી છે. રાજુલા પોલીસ અવાર-નવાર ટ્રાફિક ડ્રાઇવ કરી શહેરના બાઇક ચાલકોને કાગળોની ચકાસણી કરતી હોય છે. ત્યારે હિંડોરણા ચોકડી, ચારનાળા વિસ્તારમાં કેમ ઓવરલોડ ભરેલા ટ્રકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? તેવા સવાલો ઉઠી રહ્યા છે. પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ વેરીફિકેશન માટે આવતા પરપ્રાંતી માણસો પાસેથી પણ ઉઘરાણા કરતા હોવાનો ઉધોગ ગૃહોમા ગણગણાટ ચાલી રહ્યો છે. સમગ્ર મામલે પરપ્રાંતી ઇસમે નામ નહી દેવાની શરતે કહ્યું કે, મરીન પોલીસ સ્ટેશનમાં અમુક ખર્ચા પાણીના આપવા પડે છે, તેની ઉચ્ચ અધિકારી દ્વારા ખાનગી રાહે તપાસ કરવી જાેઈએ તો નાણા લેતી દેતીનું કૌભાંડ બહાર આવે તેમ છે.
