Skip to content
- આપણાં પ્રમાણ ગ્રન્થોમાં તપનું ખૂબ જ મહત્વ દર્શાવ્યું છે.તૈતરીય ઉપનિષદમાં ભૃગુ ઋષિની બ્રહ્મજિજ્ઞાસાના પ્રશ્નના જવાબમાં મંત્ર છે. તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ તપો બ્રહ્મેતિ । તપ દ્વારા બ્રહ્મને જાણો,બ્રહ્મ તપસ્વરુપછે. તદ ઉપરાંત ગીતાજીમાં 18 મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે યજ્ઞ,દાન અને તપનું નિરંતર પાલન કરવું.મનીષીઓ માટેઆ ત્રણ શુદ્ધિકારક છે. ભગવાન દત્તાત્રય અધિષ્ઠિત ગિરનાર તપોમૂર્તિ છે.જ્યાં હંમેશા તપસ્વીઓ વસ્યા છે. પરમ પૂજ્ય કાશ્મીરી બાપુ તપસ્વીઓની અનાદિ પરંપરાના દેદિપ્યમાન સંવાહક હતા. તેમના નિર્વાણથી ફક્ત ગિરનાર જ નહીં પણસમગ્ર હિન્દુ સમાજ અપૂર્તક્ષતિ અનુભવશે. કાશ્મીરી બાપુની દિવ્ય ચેતનાને નમન.
Ritik's WordPress Guide
Right Click Disabled!