પેન્શનને લગતા પ્રશ્નોન નિરાકરણ માટે અધિક્ષક પોસ્ટ ઓફિસ, બનાસકાંઠા ડીવીઝન, પાલનપુર-૩૮૫૦૦૧ ની કચેરી ખાતે તા.૨૪-૦૧-૨૦૨૨ના રોજ ૧૨.૦૦ કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ફક્ત બનાસકાંઠા ડીવીઝન (પાલનપુર) ની ઓફિસને લગતી પોસ્ટલ પેન્શનના અન્ય મુદ્દાઓ સબંધિત ફરીયાદો સાંભળીને નિકાલ કરવામાં આવશે.
પેન્શનને લગતી અદાલતમાં રજૂ કરવાની ફરીયાદો શ્રી અખારામ, અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા ડીવીઝન, પાલનપુર-૩૮૫૦૦૧ ને મોડામાં મોડી તા.૨૦-૦૧-૨૦૨૨ સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારીત સમયમર્યાદા બાદ મળેલ ફરીયાદોને ધ્યાનમાં લેવામાં આવશે નહી. ફરીયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારીત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહીં. તદુપરાંત ફરીયાદની અરજીમાં એક કરતાં વધારે મુદ્દા કે વિષયનો સમાવેશ હોવો જઇએ નહી. તેમ બનાસકાંઠા પોસ્ટ વિભાગ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
