Gujarat

પોરબંદર-કુતિયાણાની વિધાનસભાની મતગણતરી કુલ ૧૪ ટેબલ અને ૧૯ રાઉન્ડમાં થશે

પોરબંદર
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીના ૨ ભાગમાં મતદાન બાદ પરિણામો તા.૮ ડિસેમ્બર ગુરુવાર ના રોજ જાહેર થવાના છે તેવામાં બહુચર્ચિત એવી પોરબંદર વિધાનસભાની બંને બેઠક પોરબંદર અને કુતિયાણાની મતગણતરી પોરબંદરમાં પોલિટેકનિક કોલેજ કેમ્પસમાં સવારે ૮ વાગ્યાથી હાથ ધરાશે. મતગણતરીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અશોક શર્માના માર્ગદર્શન હેઠળ બંને ચૂંટણી અધિકારી કે.બી. જાડેજા અને પારસ વાંદા દ્વારા ચૂંટણી પંચના નિયમ મુજબ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા મતગણતરી સવારે ૮ કલાકેથી શરૂ થશે. પોરબંદરની સીટની મતગણતરી માટે તેમજ કુતિયાણા માટે અંદાજે ૧૦૦ જેટલા કર્મચારીઓ આ કામગીરી હાથ ધરશે.કુતિયાણા સભા વિસ્તારમાં કુલ ૨૩૯ મતદાન મથકો પર મતદાન થયું હતુ. પોરબંદર બેઠકની મતગણતરી માટે કુલ ૧૪ ટેબલ અને ૧૯ રાઉન્ડ થશે. પોરબંદર વિધાનસભા વિસ્તારમાં ૨૫૫ મતદાન મથકો પર મતદાન થયેલું છે. મત ગણતરી સેન્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને તે દિવસે પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ નક્કી કરવામાં આવી છે. મતગણતરી માટે કુલ ૧૪ ટેબલ અને એક વધારાનું ટેબલ એમ દરેક ટેબલ પર એકંદરે એક સુપરવાઇઝર, એક મદદનીશ અને એક માઈક્રો ઓબ્ઝર્વર મત ગણતરીની કામગીરી કરશે. રાઉન્ડ વાઇઝ મત ગણતરી કરવામાં આવશે અને કુતિયાણા માટે કુલ ૧૮ રાઉન્ડ થશે.

File-01-Page-33.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *