Gujarat

પોરબંદર જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠકમાં ૪૪૮ કામોને પ્રાથમિક મંજૂરી

પોરબંદર
પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને ૨ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સેવા સદન-૧ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં પોરબંદરમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળની વિવિધ યોજનાઓમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ તળેની વિવિધ જાેગવાઇઓ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ના (૧૫ ટકા વિવેકાધીન જાેગવાઇ,૫ ટકા પ્રોત્સાહક, ખાસ પછાત વિસ્તાર ધેડ,ધારાસભ્ય જાેગવાઇ, એ.ટી.વી.ટી, રાષ્ટ્રીય પર્વ) વિકાસના ૪૪૮ કામો માટે ૧૦ કરોડથી વધુના કામોને પ્રાથમિક મંજૂરી આપવામાં આવી. આ ઉપરાંત સાંસદ સભ્યના સ્થાનિક વિસ્તાર વિકાસ માટેની જાેગવાઇઓ હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯થી ૨૦૨૨-૨૩ના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી.તેમજ મંત્રી દ્રારા કામોને સમયાંતરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ હતી.મંત્રીએ અધિકારીઓને વિકાસલક્ષી કામો સમયસર શરૂ કરી દેવા અને પાછલા વર્ષના કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું. કલેકટર અશોક શર્માએ વિકાસના કામોની રૂપરેખા આપી અને અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી. જિલ્લા આયોજન અધિકારીએ સંકલિત માહિતી રજૂ કરી હતી. આ તકે સાંસદ રામ મોકરિયા, પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયા, જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી વિ.કે.અડવાણી, નગરપાલિકા, જિલ્લા તથા તાલુકા પંચાયત પ્રમુખો સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

File-02-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *