પોરબંદર
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના દેવડા ગામમાં કાદીનેશ વિસ્તારમાં કૂવામાંથી એક સાથે ત્રણ મૃતદેહો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નાનકડના ગામમાં આવી ઘટનાના સમાચાર વાયુવેગ ફેલાતા લોકોનાં ટોળેટોળા એકત્ર થયા હતા. કુવામાંથી એક જ પરિવારના ૩ લોકોના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા છે. ૨૪ વર્ષીય માતાએ પોતાના ૨ વર્ષના પુત્ર અને દોઢ માસની દીકરી સાથે આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પતિ-પત્ની વચ્ચે સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલી બાદ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. ઘટનાને પગલે કુતિયાણા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પોલીસે ત્રણેવના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. આસપાસના લોકોની તપાસ પણ શરૂ કરી છે.
