Gujarat

પોલીસની કામગીરી માટે પ્રજા પ્રશંસા કરે તેવો દાખલો બેસાડ્યો ઉના પી. આઇ. પોલીસ જયારે પબ્લિકમાં લોકચાહના મેળવે ત્યારે લોકશાહી સાર્થક બને છે.

   ગિરગઢડા તા 10
   ભરત ગંગદેવ.
સમગ્ર ગુજરાતમાં જયારે બદલીનો દોર ચાલ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ અધિકારીઓની બદલીઓ થઈ. ઉના એટલે ઉના ગીર સોમનાથ જિલ્લામાં સૌથી અલગ ભાત ઉપસાવતો સવાલ અને સમસ્યાઓથી ગ્રસ્ત ઉનામાં અધિકારીઓને કામગીરી કરી લોકચાહના મેળવવી એ પ્રશંસા અને પ્રતિષ્ઠા મેળવવી એ ખરેખર વંદનીય બાબત ગણાવી શકાય. પી.આઈ વી.એન.ચૌધરીની બદલી તાલાળા તાલુકામાં સીપીઆઈ માં થઈ છે. એટલા માટે ઉના તાલુકામાં સારો પ્રભાવ  અને સારી લોક ચાહના મેળવીને ગયા છે એટલા માટે હિન્દુ મુસ્લિમ બન્ને સમાજને આવા અધિકારીની ખોટ પડી છે અને ગુંડા ગર્દીને ખતમ કરીને સારી ઉનામાં કામગીરી કર્યાનું ઉતમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે. સર્વ સમાજના લોકો દ્વારા પી. આઇ. વી. એન. ચૌધરી ને અનેક લોકોએ અભિનદન પાઠવ્યા હતા.ત્યારે ઉના મુસ્લીમ સમાજ ના પ્રમુખ  યુસુફ ભાઈ તવક્કલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને હિંદુ તથા મુસ્લિમ સમાજ દ્વારા પણ અભિનંદનની આપવામાં આવી એક સારા અધિકારી નું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *