અમદાવાદ
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી ગોકુલેશ રેસીડેન્સીમાં અસ્મીતાબેન જયસુખભાઇ કાછડીયા પરિવાર સાથે રહે છે. અસ્તીતાબેન પોતે જીએસસી બેંક વસ્ત્રાલ બ્રાંચમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેમના પતિ જયસુખભાઇ અમદાવાદ શહેરમાં પોલીસ કન્ટ્રોલ રુમ ખાતે એએસઆઇ તરીકે ફરજ બજાવે છે. અમદાવાદ પોલીસ કમિશ્નર ઓફિસે ટીડીએસનુ કામ સંભાળતા રીશી કારોલિયા અને તેમના મામા પ્રફુલ વૈષ્ણવ રીલીફ રોડ ઇલોરા કોમર્શીયલ સેન્ટર ખાતે કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ પીએમએસ કંપની શરુ કરી હતી. કંપનીમાં પુજા શાહ પણ પોલીસ કમીશનર ઓફિસે ટીડીએસનુ કામ સંભાળતા હોવાથી ત્યા આવતા જતાં હતા. દરમિયાનમાં પોલીસ કમિશનર આફિસ ખાતે જયસુખભાઇને મળ્યા હતા અને પોતાની કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ પીએમએસ કંપનીની ગેરેન્ટેડ રીટર્ન અંગેની સ્કીમ સમજાવી હતી. તેમની કંપની શેરમાર્કેટમાં ઇન્વેસ્ટ કરતી હોવાથી સારુ રિટર્ન મળવાની વાત કરી હતી અને મહિને ૨ થી ૩ ટકા વ્યાજ આપવાની વાત કરી હતી. બાદમાં અસ્મીતાબેન અને તેમના પતિના કહેવાથી કંપનીની ઓફિસ પર આ સ્કીમ સમજવા માટે ગયા હતા. આમ અસ્મીતાબેન અને તેમના પતિએ મળી કુલ રુપિયા ૩૦ લાખનું રોકાણ કર્યું હતુ. સામે આ કંપનીએ ટુકડે ટુકડે ૪.૫૧ લાખ વ્યાજ આપ્યું હતુ. ગત મે ૨૦૨૧થી ગેરન્ટેડ મળતું વ્યાજ અસ્મીતાબેનને મળતુ બંધ થઇ ગયુ હતુ જેથી તેઓ અવારનવાર રીશી અને પુજાને મળ્યા હતા પરંતુ બંને આ અંગે અલગ અલગ બહાના બતાવતા હતા. આખરે નાણા પરત ન આપતા આ અંગે ક્રાઇમ બ્રાચના આર્થીક ગુના નિવારણ શાખામાં ર્નિણયનગર રહેતા રીથી કારોલિયા અને ચાંદલોડિયા ખાતે રહેતા પુજાબેને અસીતભાઇ શાહ સામે ફરિયાદ નોધાવી હતી. આરોપી રીષી અને પુજા શહેર પોલીસ કમિશનર ઓફિસમાં જ પોલીસ વિભાગના એકાઉન્ટનું ટીડીએસનું કામ સંભાળતા હોવાથી અનેક પોલીસ કર્મીઓ ઓફિસમાં કામ કરતો અન્ય સ્ટાફ સહિત અનેક પોલીસ અધિકારીઓ આ લોકોના સંપર્કમાં હતા. જેથી અનેક પોલીસકર્મીઓ આ પોન્જી સ્કિમમાં પોતાના નાણા સેટ કર્યા હતા અનેક પોલીસ કર્મીઓએ રોકડ નાણા આપ્યા હોવાથી તેઓ તો બહાર પણ પોતાની રકમ પાડી રહ્યા નથી. તેવામાં પોલીસ અધિકારીઓ ફસાયા છે પરંતુ ઇજ્જત જવાના ડરે તેઓ પોતાના નામ બહાર પાડી રહ્યા નથી. તેવામાં પોલીસ કમિશનર ઓફિસમાં જ આવી ઠગ ફરી ઠગાઇ આચરતા ઉચ્ચ અધિકારીઓની છબી ખરડાઇ છે. કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ પીએમએસ કંપની આરોપી રીષી અને તેના મામા પ્રફુલ વૈષ્ણવે શરુ કરી હતી. રીષી અને પુજાએ પોતાની વાતોમાં અનેક લોકોને ફસાવ્યા હોવાનુ પોલીસ માની રહી છે. લાખોની રુપિયા લોકોએ રોકાણ કર્યું હતુ. જાેકે કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ પીએમએસ કંપનીના સંચાલક વૈષ્ણવને કોરોના થયા બાદ તેમનુ મોત નિપજ્યું હતુ અને ત્યાર બાદથી રોકાણકારોને વ્યાજ કે તેમના પૈસા પરત આપવાનું બંધ થઇ ગયુ હતુ.
