Gujarat

પોલીસને લોકો સાથે સારો વ્યવહાર કરવાની ટ્રેનિંગ અપાશે

ગાંધીનગર
પોલીસ લોકો સાથે સારો વ્યવહાર ન કરતા હોવાની અનેક ફરિયાદો સેક્ટર -૨ ના જાેઇન્ટ કમિશનર આઇજી ગૌતમ પરમારને મળી હતી. જેથી તેમણે આમ આદમી બની પોલીસનો વ્યવહાર ચકાસ્યો હતો. તેમાં તેમની સાથે સારો વ્યવહાર ન થતાં આખરે જાેઇન્ટ પોલીસ કમિશનરના વડપણ હેઠળ એક કમિટી બનાવી તમામ કર્મચારીઓ અને પોલીસ ઇન્સ્પેકટરોને પણ ટ્રેનિંગ આપવાની તૈયારીઓ થઇ ગઇ છે. પોલીસનું બિહેવિયર લોકો માટે સુધરે અને તેમને સાંભળે તેની ફરિયાદનું યોગ્ય નિરાકરણ લાવે સહિતની બાબતોએ હવે પોલીસ ધ્યાન નહી આપે તો કડક પગલાં પણ લેવાની તૈયારી કરી દેવામાં આવી છે. શહેરના પોલીસ સ્ટેશનોમાં અરજદારો એટલે કે જનતા જાય ત્યારે તેમને ધર્મધક્કા ખવડાવવામાં આવે છે. તેમને પોલીસ દ્વારા ઉધ્ધાતાઇ પૂર્વક જવાબ આપવામાં આવે છે. તેમને પોતે જ ગુનેગાર છે ગાળો આપી ધુતકારવામાં આવે છે. આવી અમુક ઘટનાઓ અને ફરિયાદો શહેરના જાેઇન્ટ કમિશનર આઇજી ગૌતમ પરમારને મળી હતી. રોજ બરોજ તેમને અરજદારો મળતા અને પોલીસના ખરાબ વર્તન અંગે ફરિયાદ કરતા હતા પરંતુ તેઓ પુછે તો પોલીસ સ્ટેશનના પીઆઇ, એસીપી, ડીસીપી આવું બન્યું નથી ફરિયાદી ખોટું બોલી રહ્યા છે આ બધા આક્ષેપો પાયા વિહોણા છે તેમ કહી મામલો દબાવી પોલીસકર્મીઓને બચાવી લેતા હતા. આ દરમિયાન આઇજી ગૌતમ પરમારે ખરેખર હકિકત શું છે અને અલગ અલગ લોકો આટલી ફરિયાદો લઇને આવે છે તો હકિકત શું છે તે ચકાસવાની તૈયારી કરી હતી. ત્યારે આઈજી ગૌતમ પરમાર સામાન્ય નાગરિક બની કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા ગયા અને પોતાનું ટુ વ્હિલર ખોવાયુ છે અને તેમાં પાસપોર્ટ હતો તે પણ ચોરાઈ ગયો છે તેવી ફરિયાદ લખાવવા ગયા તો પોલીસ તે આરોપી હોય તેમ તેમને ખખડાવવા લાગ્યા અને તેમને એરેસ્ટ કરવાની ધમકી આપવા લાગ્યા ત્યારે તેમણે જણાવ્યું કે હું જાેઈન્ટ સીપી છું તેમ છતાં તે ન માન્યા બાદમાં ગૌતમ પરમારે એસીપી મિલન પટેલને ફોન કરીને બોલાવ્યા ત્યારે ખબર પડી બાદમાં જાેઇન્ટ સીપીએ ઇન્કવાયરી આપી બંને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. આમ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પહોચ્યા ત્યારે તેમને ફરિયાદ રુમમાં હાજર પોલીસ કર્મીઓ તેમની ભત્રીજીના સાસરીમાં જઇ ફરિયાદ કરવાનું કહી ટાળી રહ્યા હતા. અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ખુદ ઝોન-૫ ડીસીપી અચલ ત્યાગી હાજર હોવા છતાં પણ પોલીસ બેફામ અને ઉડાઉ જવાબ આપતી હતી. આખરે ત્યા પણ ઉડાવ જવાબ આપનાર બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આાવ્યા હતા. ત્રીજા બનાવમાં નિકોલ પોલીસ સ્ટેસનમાં જાેઇન્ટ કમિશનરની ઓફિસથી તેમના પીએએ ફોન કરી ફરિયાદી મહિલાની ફરિયાદ લેવાની જાણ કર્યા બાદ પણ ફરિયાદ લેવાતી ન હતી અને તેને ધક્કા ખવડાવી મોડે સુધી બેસાડી રાખવામાં આવતી હતી. જેથી આ અંગે જાેઇન્ટ કમિશનરે ઇન્કવાયરી આપી અને એક પીએસઆઇ અને ચોકી રાઇટરને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી. આમ પોલીસને ઉચ્ચ અધિકારીઓ જાણ કરે છતાં ડિસિપ્લીન ફોર્સમાં તેની રીતસર અવગણના થતી હતી. સેક્ટર ૨ જાેઇન્ટ સીપી પોલીસ સ્ટેશનની સાચી સ્થિતી ચેક કરવા માટે સામાન્ય માણસ બની મેદાને આવ્યા હતા ત્યારે રિયાલીટી તો પીઆઇ એસીપી જણાવતા તેનાતી તદ્દન અલગ હોવાનું બહાર આવ્યું હતુ. જેથી તેમણે અનેક લોકોને ઇન્કવાયરી આપી હતી જ્યારે અમરાઇવાડી, કાગડાપીઠમાં બે -બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે નિકોલ પોલીસ સ્ટેસનના પીએસઆઇ અને રાઇટરને સસ્પેન્ડ કર્યો હતો. પોલીસ ખરાબ વર્તન કરે છે અને લોકોમાં એકાદ બે પોલીસકર્મીઓના કારણે તમામ પોલીસકર્મીઓની ખરાબ ઇમેજ પડે છે તે સુધારવા માટે પોલીસ અધિકારીઓ સજજ થઇ ગયા છે. તેમણે બંધ બારણે એક મિટીંગ યોજી હતી અને તેમા સ્પષ્ટ ર્નિણયો લીધા હોવાનુ બહાર આવ્યું છે. મેરેથોન મિટીંગમાં નાગરીકોને સારામા સારી સુવિધા મળે અને આગામી સમયમાં પોલીસનો બિહેવીયર સુધરે અને ગૃહ વિભાગની છાપ પણ સારી ઉપસી આવે તે માટે અધિકારીઓએ ગૃહ વિભાગના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ આપવાનો અને તે ધીરે ધીરે પુરા ગુજરાતમાં અમલ કરવાનો ર્નિણય લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *