Gujarat

રાજકોટ ઇ-ગુજકોપ તથા હ્યુમન સોસર્સીસનો ઉપયોગ કરી ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી થોરાળા પોલીસ સ્ટેશન

રાજકોટ ઇ-ગુજકોપ તથા હ્યુમન સોસર્સીસનો ઉપયોગ કરી ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી થોરાળા પોલીસ સ્ટેશન.

રાજકોટ શહેરમાં સખત પેટ્રોલીંગ ફરી અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા કડક સૂચના હોય. જે અનુસંધાને એસ.પી.સોઢા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એન.આર.ડોબરીયા તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ, પેટ્રોલીંગ દરમ્યાન મહેશભાઇ સોલંકી તથા ધર્મેન્દ્રભાઈ ગઢવી નાઓને સંયુક્ત હકિકત મળેલ કે, એક ઇસમ ચોરી કરેલ મોટરસાયકલ સાથે ટેક્ટર ચોક ભાણજીબાપાના પુલ પાસે ઉભેલ છે જગ્યાએ જઇ શંકાસ્પદ મોટરસાયકલ સાથે મળી આવતા ઇસમની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરી મજકુર ઇસમ પાસે મળી આવેલ ઇ-ગુજકોપમાં વેરીફાઇ કરતા મોટરસાયકલ ચોરી બાબતે ગુન્હો દાખલ થયેલ હોય ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. થોરાળા પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૩(૨) મુજબ વિકી ઉર્ફે ભુરો અશોકભાઇ શંભુભાઇ સોલંકી ઉ.૨૭ રહે,કુબલીયાપરા નવા થોરાળા મેઇન રોડ રાજકોટ. સ્પેલેન્ડર પ્લસ મોટરસાયકલ રજીનં.GJ-03-JA-6916 કિ.20,000 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260514-WA0005.jpg